કોરોના રાજકોટ LIVE:શહેરમાં 8 દિવસમાં 45 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઇકાલે રાજકોટમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા, એકને ઓમિક્રોનની શંકા

રાજકોટ શહેરમાં 10થી 18 તારીખ સુધીમાં એટલે કે એક જ સપ્તાહમાં 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ ઉપરાંત અગાઉના બે સહિત કુલ 47 એક્ટિવ કેસ છે. છેલ્લા 4 દિવસથી નવા કેસની સંખ્યામાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42936 થઈ છે.

ગઇકાલે રાજકોટમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં વધુ એક વખત ઓમિક્રોનનો ભય શરૂ થયો છે. હાઈરિસ્ક ગણાતા દેશો પૈકી તાન્ઝાનિયાથી રાજકોટ આવેલો 17 વર્ષનો સગીર ગઇકાલે કોરોનાગ્રસ્ત થયો છે. આથી તેને સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલા ખાસ ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેશનમાં ખસેડાયો હતો. રાજકોટમાં આ સિવાય ગઇકાલે બીજા 6 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં ઈન્કમટેક્સ સોસાયટીમાં જ રહેતા 4 સભ્યનો એક પરિવાર છે. જેમાં 17 વર્ષનો કિશોર પણ સામેલ છે. જોકે તે રાજકોટ સિવાયના જિલ્લામા આવેલી કોલેજમાં ઓનલાઈન અભ્યાસ કરતો હોવાથી તે કોલેજમાં એલર્ટની જરૂર પડી ન હતી.

પરિવાર જામનગ પહોંચે તે પહેલા આરોગ્ય વિભાગની ટીમે ટ્રેક કર્યો
મૂળ જામનગર પાસે આવેલા એક ગામના વતની અને વર્ષોથી તાન્ઝાનિયામાં રહેતા પરિવારે પોતાના બાળકોને વતન બતાવવા માટે ભારત આવ્યા હતા. આ સમયે તાન્ઝાનિયા હાઈરિસ્ક દેશોમાં સમાવિષ્ટ થઈ ગયો હતો તેથી તેઓ જામનગર પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગની ટીમે પરિવારને ટ્રેક કરી લીધો હતો અને રાજકોટમાં જ ક્વોરન્ટીન કરવા માટે કહેવાતા યાજ્ઞિક રોડ પરની ખાનગી હોટેલમાં આઈસોલેટ થયા હતા.

હાઈરિસ્ક દેશોમાંથી 109 લોકો આવ્યા
પરિવારનો ક્વોરન્ટીન સમય પૂરો થતા ત્રીજી વખત સેમ્પલ લેવાયા હતા. જેમાં યુવક પોઝિટિવ આવ્યો હતો. હવે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલ્યા છે તેના સંપર્કમાં 3 પરિવારજનો છે લો રિસ્ક 81 સંપર્ક બતાવાયા છે. મનપાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 561 વિદેશ પ્રવાસીઓ આવ્યા છે. જેમાંથી 109 હાઈરિસ્ક દેશોમાંથી છે. આ 109ને ક્વોરન્ટીન પિરિયડ પૂરો થતા 90 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એક તાન્ઝાનિયાનો કિશોર પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...