કોરોના રાજકોટ LIVE:આજે 5 દર્દીઓ કોરોનામુક્ત, નવા 3 કેસ દાખલ, 37 દર્દી સારવાર હેઠળ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા કેસમાં દર્દીઓને ગંભીર અસર નહીં

રાજકોટ શહેરમાં આજે નવા 3 કેસ દાખલ થયા છે. જયારે 5 દર્દીઓ કોરોનામુક્ત થતા 37 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે નવા 12 વ્યક્તિ સંક્રિમત થઈ હતી. જ્યારે શુક્રવારે નવા 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. શહરેમાં કુલ ટેસ્ટનો આંકડો 18.34 લાખથી વધુ છે અને પોઝિટિવિટી રેટ 3.48 ટકા રહ્યો છે.

ગુરૂવારે આ વિસ્તારમાં નોંધાયા કેસ
ગુરૂવારે નોંધાયેલા કેસમાં બજરંગવાડીમાં 30 વર્ષીય યુવાન, એરપોર્ટ રોડ પર 69 વર્ષીય વૃદ્ધ, આલાપ ગ્રીન સિટી નજીક રહેતા 42 વર્ષીય મહિલા, હોટલ ફર્ન પાસે રહેતા 38 વર્ષીય યુવાન, ગીતાનગરમાં 53 વર્ષીય મહિલા, પુનિતનગરમાં 18 વર્ષીય યુવતી, જંક્શન પાસે 19 વર્ષીય યુવાન, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં 23 વર્ષીય યુવાન, કુવાડવા રોડ પર 28 વર્ષીય યુવાન, મનહરપ્લોટમાં 26 વર્ષીય યુવાન, ગાંધીગ્રામમાં 23 વર્ષીય યુવાન અને કોઠારીયામાં 21 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા કેસમાં દર્દીઓને ગંભીર અસર નહીં
નવા ટ્રેન્ડમાં પણ કોરોનાના દર્દીઓને કોઇ ગંભીર અસર થઇ નથી. જોકે એક દર્દી સામાન્ય લક્ષણ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાનું જાણવા મળ્યું હતું. છતાં કોઇ દર્દીમાં નુકસાનકારક લક્ષણો હજુ દેખાતા નહીં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોમાં ટ્રાવેલિંગ દરમિયાન અલગ અલગ જગ્યાઓના પ્રવાસી એકથી વધુ પોઈન્ટ પર એકઠા થાય છે, આથી તે દરમિયાન ચેપ ફેલાયો હોય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...