મચ્છરજન્ય રોગચાળો:શહેરમાં સપ્તાહમાં 18 ડેન્ગ્યુ, 2 મલેરિયાના કેસ નોંધાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરજન્ય રોગચાળાના કેસમાં થયો વધારો : 4 કેસ ચિકનગુનિયાના, 4004 ઘરમાં ફોગિંગ કરાયું

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. શહેરમાં 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 18 કેસ, મલેરિયાના 2 કેસ અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા. આ વર્ષમાં કુલ ડેન્ગ્યુના 57 કેસ, મલેરિયાના 23 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય શાખા દ્વારા એક અઠવાડિયામાં એટલે 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી કેટલીક કામગીરી હાથ ધરવામાં આવી જેમાં 4004 ઘરમાં ફોગિંગ કરાયું, 56390 ઘરના પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરાઈ. 937 સ્થળે મચ્છર ઉત્પત્તિ મળી આવતા નોટિસ આપી તેમજ 20,050 સ્થળેથી મચ્છર ઉત્પત્તિ મળી આવતા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો, 672 અન્ય સ્થળ જેવા કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ વગેરે સ્થળોએ ચેકિંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...