તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે 7 કેસ, કાલે 6 સેશન સાઇટમાં કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવશેની જાહેરાતની પાંચ મિનીટમાં જ બંધની જાહેરાત કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટમાં અત્યાસ સુધીમાં 1208191 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજે 7 એક કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42755 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42195 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રિકવરી રેઇટ 98.70 ટકા અને પોઝિટિવિટી રેઇટ 3.54 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં શહેરમાં 1208191 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આવતીકાલે શહેરમાં 6 સેશન સાઈટ ખાતે કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. તેમજ ફોરેન જતા નાગરિકોને કોરોના રસી લેવા માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેશન સાઈટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે બાદમાં પાંચ મિનીટમાં જ સત્તાવાર રીતે આ તમામ સેશન સાઇટ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

આજે રસી આવશે તો જ કાલે રસીકરણ થઇ શકશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી રાજ્ય સરકારે રસીનો એક પણ ડોઝ મોકલ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ જેટલા ડોઝ હતા તે તમામ મંગળવારે લોકોને આપી દેવાયા છે. મંગળવારે ડોઝ આવે તો બુધવારે વેક્સિનેશન થશે તેવી જ સ્થિતિ હતી તેવામાં બુધવારે રસીકરણ બંધ રાખવા નિર્ણય કરાયો તેમજ મંગળવારે રસીની સપ્લાય આવી નથી જે સ્પષ્ટ કરે છે કે બુધવારે જ રસી આવી તો જ ગુરુવારે રસીકરણ શક્ય બનશે.

મંગળવારે માત્ર 6 હજારને જ રસી અપાઈ
આ એક દિવસ રસીકરણ બંધ રાખવાની તંત્રને તે દિવસ પૂરતી રસીના જથ્થાના વપરાશની રાહત થશે પણ બીજા દિવસે સ્થિતિ વધુને વધુ ખરાબ જ થતી રહેશે કારણ કે, રાજકોટ શહેરમાં હવે પ્રથમ ડોઝને બદલે બીજા ડોઝ લેવા વાળા વધી રહ્યા છે. 3થી 9 એપ્રિલની વચ્ચે જે લોકોએ રસી લીધી હતી તેમને બુધવારે 84 કે તેના કરતા વધુ દિવસ થઈ ગયા છે અને તમામને બીજો ડોઝ આપવાનો છે જે સંખ્યા 49000 છે. આવતા સપ્તાહે તેમાં વધુ 15000નો ઉમેરો થશે. તંત્ર હાલ મહત્તમ 9000ની ગતિએ રસીકરણ કરી રહ્યું છે જેમાં 40 ટકા ડોઝ પ્રથમ વખત માટે છે. જેને કારણે આ ગતિએ બીજા ડોઝ દેવા પૂરતો પણ સ્ટોક નથી. મંગળવારે તો માંડ 5994ને જ રસી આપી શકાઈ છે. એક તરફ 72 ટકા રસીકરણ થયું છે જેમાં માંડ 2 લાખને જ બીજો ડોઝ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...