રાજકોટ સમાચાર:શહેરમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ લગ્ન 2022માં નોંધાયા, બે વર્ષની સરખામણીમાં 720નો આંક નોંધાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં કોરોનાની વિદાય થયા બાદ ચાલુ વર્ષે લગ્ન મુહૂર્તમાં મોટા પાયે લગ્નગાળો જામ્યો છે જો કે, છેલ્લા એક દાયકાના સૌથી વધુ 7340 લગ્ન 2022માં નોંધાયા હતા. 2020માં કોરોના લોકડાઉન સમયે પણ મર્યાદિત હાજરી વચ્ચે લગ્નસરા યોજાયા હતા જેમાં 4943 લગ્ન નોંધાયા હતા. લગ્ન નોંધણી 2005થી ફરજીયાત થયા બાદ લોકો નોંધણી કરાવતા થયા છે. જેમાં સૌથી વધુ લગ્ન ગત વર્ષે નોંધાયા છે. રાજકોટ મનપા દ્વારા લગ્નોની નોંધણી કરવામાં આવે છે. નિયત નમૂનામાં અરજી સાથે લગ્નના ફોટોગ્રાફ, ગોર મહારાજનુ પ્રમાણપત્ર, કંકોત્રી તેમજ વર અથવા કન્યા પૈકી કોઈ એકની હાજરીમાં લગ્ન નોંધણી થાય છે અને તેનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે પણ હવે 14 જાન્યુઆરી બાદ ફરી લગ્નોત્સવ શરૂ થવાનો છે.​​​​​​

છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલ લગ્ન

વર્ષલગ્ન
20134797
20144391
20154381
20164991
20174365
20184814
20195658
20204943
20216320
20227340

એક મહિનામાં 5 હજારથી વધુ લોકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીઘી
રાજકોટમાં ગત ડિસેમ્બર –2022માં કુલ 5968 મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મળેવી હતી. જેમાં 26 વિદેશી મુલાકાતીઓ તથા વિવિધ 18 સ્કુલના 1730 બાળકોએનો પણ સમાવેશ થાય છે.વિશેષમાં એપ્રિલ 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,40,039 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

RMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં મોકડ્રીલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. ક્લોરીન ગેસ ઝેરી વાયુ છે. 1000 PPMથી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે. ક્લોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુસન્સ કરતા આસામીને RMCએ 7,300નો દંડ ફટકાર્યો
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટેઆજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કાલાવડ રોડ, નાનામવા રોડ, મવડી રોડ ખાતે ન્યુસન્સ કરતાકુલ-17 આસામીઓ પાસેથી રૂ.7,300/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

કલેકટ૨ કચેરીએ બે માસ બાદ લેન્ડ ગ્રેબીંગની બેઠક યોજાશે
રાજકોટ જિલ્લા કલેકટ૨ કચેરી ખાતે બે માસના લાંબાસમયગાળા બાદ આગામી તા.10ને મંગળવા૨ે લેન્ડ ગ્રેબીંગની બેઠક જિલ્લા કલેકટ૨ અ૨ુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આયોજિત ક૨વામાં આવી છે. જેમાં 30થી વધુ કેસોની સુનાવણી હાથ ધ૨વામાં આવના૨ છે. આ બેઠકમાં દોષતો સામે કાયદાનો શીંકજો ક્સવા માટેના નિર્ણય લેવાશે.અહીં એ ઉલ્લેખનીય છે કે, ૨ાજકોટ જિલ્લા સહિત ૨ાજયભ૨માં સ૨કા૨ી તેમજ ખાનગી જમીનો પા૨કી મિલ્ક્તો પચાવી પાડવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી ૨હયા છે. ત્યા૨ે ૨ાજય સ૨કા૨ દ્વા૨ા આવા કિસ્સાઓમાં અ૨જદા૨ોને ન્યાય મળી ૨હે તેમજ દોષિતો સામે કાયદાનો શીંકજો ક્સાઈ તે માટે આ લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી બનાવવામાં આવના૨ છે.

મેયરે ચેકીંગ અભિયાન હાથ ધર્યું
રાજકોટ મનપા સંચાલિત મધ્યાહન ભોજનમાં આજે મેયર ડો.પ્રદીપ ડવે ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. જ્યાં તેમણે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 84 જેટલી શાળામાં આશરે 25 હજાર જેટલા બાળકોને દરરોજ અલગ અલગ મેનુ સાથે પીરસતા ભોજનની ચકાસણી કરી હતી અને ભોજન કેવુ છે તેનું ટેસ્ટિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...