કોરોના રાજકોટ LIVE:નવા 56 કેસ દાખલ, પોઝિટિવિટી રેઈટ 3.40% એ પહોંચ્યો, 368 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં કેસમાં સતત ચડાવ-ઉતાર થઈ રહ્યો છે. બુધવારે ત્રીજી લહેર બાદ સૌથી વધુ 84 કેસ નોંધાયા હતા. બાદમાં ગુરૂવારે ઘટીને 38 કેસ નોંધાયા હતા. પરંતુ ફરી શુક્રવારે ફરી વધીને 63 કેસ નોંધાયા છે. જયારે આજે નવા 56 કેસ દાખલ થાય છે. જેથી શહેરમાં કુલ કેસનો આંક વધીને 64821 થયો છે અને આવતા સપ્તાહ સુધીમાં 65000ને પાર કરી શકે છે. નવા કેસની સંખ્યા વધવા ઉપરાંત ડિસ્ચાર્જની સંખ્યા ઓછી રહી છે. આજે 23 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 368 થઈ છે.

શુક્રવારે સૌથી વધુ નાનામોવામાં કેસ નોંધાયા
શુક્રવારે જે કેસ આવ્યા છે તેમાં સૌથી વધુ 20 પોઝિટિવ નાનામવા આરોગ્ય કેન્દ્રમાંથી આવ્યા છે જ્યારે બીજા ક્રમે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર છે. આ તમામ કેસ કઈ સોસાયટીમાંથી આવ્યા છે તે સરવે કરવાનો સમય પણ આરોગ્ય શાખાને મળ્યો નથી. એકદમથી કેસની સંખ્યા વધવા માટે તબીબોએ જણાવ્યું હતું કે લોકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા લાગ્યા છે અને ટેસ્ટ વધતા કેસ પણ વધી રહ્યા છે. હાલ શરદી-ઉધરસના લક્ષણો દેખાતા જ ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટનો આગ્રહ રાખવામા આવે છે.

ગુરૂવારે 38 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં બુધવારે 84 કેસ નોંધાયા બાદ ગુરૂવારે 38 કેસ નોંધાયા હતા. આથી કોરોનાના કેસમાં એક દિવસ ઉછાળો અને બીજા દિવસે તુરંત કેસ ઘટી જતા હોવાથી નિષ્ણાતો પણ લહેરની પેટર્ન અંગે અસંજસમાં છે. પ્રથમ વખત ગઇકાલે ગુરૂવારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા નહોતા, આ કારણે એક્ટિવ કેસની સંખ્યા 301 થઈ ગઇ છે. જ્યારે કોરોનાનો કુલ આંક વધીને 64702 થયો છે.

બુધવારે ત્રીજી લહેર બાદ સૌથી વધુ કેસ નોંધાયા હતા
બુધવારે કોરોનાના એક સાથે 84 કેસ આવ્યા હતા જે ત્રીજી લહેર બાદનો સૌથી મોટો ઉછાળો હતો. કારણ કે બે દિવસ દરમિયાન ઘણા તબીબોએ કોરોનાના ટેસ્ટનો આગ્રહ રાખ્યો હતો જેને પરિણામે ટેસ્ટ વધતા કેસ પણ વધ્યા હતા. જેના બીજા જ દિવસે કેસની સંખ્યા અડધી થઈ ગઈ હતી. ગુરૂવારે જે નવા કેસ આવ્યા છે તેમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ કેસ વોર્ડ નં.17માંથી આવ્યા છે. જેમાં મધુવન પાર્ક, ભવનાથ, શ્રદ્ધા પાર્ક, રાજલક્ષ્મી સોસાયટી, આશાપુરા સોસાયટી અને હુડકો વિસ્તારનો સમાવેશ થાય છે.

સોમવારે 19 અને રવિવારે 34 કેસ નોંધાયા હતા
સોમવારે 19 કેસ નોંધાયા હતા. જ્યારે 44 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કર્યા હતા. રાજકોટ શહેરમાં રવિવારે 34 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 11 વોર્ડ નં. 8ના જ હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય છે, તેમાં વોર્ડ નં. 11 મોખરે હોય છે. હજુ પણ વેસ્ટ ઝોનમાં જ કેસ છે અને વોર્ડ નં. 10 અને 11 મોખરે છે. તેમાં પણ નાનામવા, નંદનવન અને શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારોમાં વધુ છે. રવિવારે વેક્સિનેશન ચાલુ રાખતા દોઢ વર્ષ બાદ 21434 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...