તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની આગાહી:મંગળવારે શહેરમાં 40.8 ડિગ્રી સાથે ભારે બફારો રહ્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વરસાદની આગાહી

જેમ-જેમ વર્ષાઋતુ નજીક આવી રહી છે, તેમ-તેમ બફારામાં પણ અનેક અંશે વધારો થઇ રહ્યો છે. સામે લોકો પણ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે . બીજી તરફ સતત મહત્તમ તાપમાન 40 ઉપર નોંધાતા ગરમીનું પ્રમાણ વધી ગયું છે, અને સાંજના સમયે પણ ગરમીની અનુભૂતિ થઈ રહી છે .રાજકોટ શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું. માત્ર એટલું જ નહિ સતત દક્ષિણ-પશ્ચિમથી પવન વહેતા અસહ્ય બફારો પર થઇ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં છુટા-છવાયા વિસ્તારમાં ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય શકે છે. વધુમાં જૂન મધ્ય સુધી લોકોએ બફારો પણ સહન કરવો પડશે, ત્યારબાદ અનેક અંશે ઘણો ઘટાડો થશે. સામે દરિયાકાંઠા વિસ્તારમાં પણ દક્ષિણ-પશ્ચિમથી વહેતા પવનના કારણે ભારે બફારો અનુભવાયો હતો.

રાજકોટ શહેરમાં મંગળવારનું ન્યુનતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું, તો સામે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા, અને સાંજના સમયે 32 ટકા રહ્યું હતું. બીજી તરફ સવારના અને સાંજના સમયે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સામે બપોરના 2.30 કલાકે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...