સુવિધાનો લાભ:સિટી બસ સેવામાં જૂન કરતા જુલાઈ માસમાં બમણા મુસાફરોએ સવારી કરી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવામાં જૂન માસ કરતા જુલાઈ માસમાં બમણાથી પણ વધારે મુસાફરો નોંધાયા છે અને તેની સામે બસ પણ દોઢ ગણી વધુ ચાલી છે. મનપા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડ શહેરી પરિવહન સેવા સંભાળે છે. જુલાઈ માસમાં જાહેર કરેલી કામગીરી મુજબ સિટી બસ સેવામાં 37 રૂટ પર 73 બસ 3.12 લાખ કિ.મી. ચાલી હતી અને 5.12 લાખ મુસાફરોએ તેમાં સવારી કરી હતી. જ્યારે બીઆરટીએસ સેવામાં 10 બસ 70317 કિ.મી. ચાલી હતી અને 4.44 લાખ મુસાફરોએ તેમનો લાભ લીધો હતો.

2 કંડક્ટરને ગેરરીતિ બદલ પાણીચુ અપાયુ જ્યારે 12ને સસ્પેન્ડ કરાયા હતા. બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને પણ કામમાં ક્ષતિ બદલ 4.55 લાખનો દંડ ફટકારાયો હતો. બસ સેવાનો જુન મહિના સરખામણી કરીએ તો ત્યારે કોવિડને કારણે 50 ટકા જ રૂટ ચાલુ હતા એટલે કે 23 રૂટ પર 46 બસ ચાલતી હતી અને 2.42 લાખ કિ.મી. ચાલી છે અને 2.01 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...