તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના વોર્ડ નં.7માં હાથીખાના શેરી નંબર 4માં શનિવારે બપોરના સમયે પાણીની પાઇપલાઇન તૂટતાં 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા. આ પાણીનો પ્રવાહ વીજતારો સાથે અડકતો જોવા મળ્યો હતો, તો કેટલાક બાળકો આ પાણીના ફુવારાની નીચે સ્નાન કરતા જોવા મળ્યા હતા. હાથીખાના વિસ્તારમાં અડધી કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. બીજી તરફ ન્યારી 1ની પાઇપલાઇનનો એરવાલ્વ લીકેજ થતા પાણીનો બગાડ થયો હતો. ન્યારી-1 ડેમની પાણીની લાઈન બદલીને સંપૂર્ણ નવી નાખવામાં આવી છે પરંતુ જૂની લાઈનને ડેડ કરી બાજુમાં બિછાવેલી યથાવત્ રાખવામાં આવી છે.
અમુક સ્થળોએ જરૂર પડે ત્યાં જૂની લાઈનના એરવાલ્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરમિયાન શનિવારે સવારે પાણી વિતરણ સમયે પંચવટી રોડ પરની પાણીની લાઈન પર મૂકેલો એરવાલ્વ લીક થઈ જતાં પાણીના ફુવારા ઉડ્યા હતા. મનપાને મેસેજ મળતા રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રિપેરિંગ સમયસર થઇ જતા પાણી વિતરણ રાબેતા મુજબ થયું હતું.
સતત છેલ્લા ચાર દિવસથી હિંગળાજનગર ચોકમાં પાણીની લાઈન લીકેજ થતી હતી. હિંગળાજનગર ચોકથી વિદ્યાકુંજ મેઈન રોડ થઈ, ચંદ્રેશનગર તરફ જતી લાઈન હિંગળાજનગર ચોકમાં લીકેજ થતી હોય તેનું પાણી છેક હરિહર સોસાયટી સુધી પહોંચતું હતું જે ગઈકાલે રિપેર કરી દેવાયું હતું ત્યાં શનિવારે સવારે પંચવટી રોડ પર પાણીની લાઈન લીકેજ થઈ હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.