તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેમિલી ફોસ્ટર કેર યોજના:વેરાવળના પાલક દંપતીને બાલાશ્રમનું બાળક સોંપાયું

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફેમિલી ફોસ્ટર કેર યોજનાનો પ્રથમ કિસ્સો
 • પાલક પરિવારને મહિને 6 હજાર રૂપિયા અપાશે

ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળ સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત ફોસ્ટર કેર યોજના અમલી છે. ત્યારે બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકને પારિવારિક ઉછેર મળી શકે તે હેતુએ જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ દ્વારા પાલક પરિવારને શોધી અને કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ ખાતે આશ્રય લઇ રહેલા 14 વર્ષીય એક બાળકને વેરાવળ ખાતે રહેતા દંપતીને કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે કબજો સોંપવામાં આવ્યો હતો.

સરકારના ઠરાવ મુજબ પાલક પરિવારને આર્થિક સહાય રૂ. 3000 અને બાળકને આર્થિક સહાય રૂ. 3000 એમ કુલ 6000 રૂપિયા બાળકના ઉછેર અને વિકાસ માટે આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, બાળકનો ઉછેર પરિવારમાં થાય. રાજકોટ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકનું ફેમિલી ફોસ્ટર કેર દ્વારા કુટુંબમાં પુનઃસ્થાપનનો પ્રથમ પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો