તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ ઉજાસ-સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરની જુદી-જુદી 13 શાળાઓમાં તબક્કાવાર કાઉન્સેલિંગ સેન્ટરની શરૂઆત થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ જુદી જુદી સમસ્યાઓ વર્ણવી તે સાંભળી કાઉન્સેલિંગ કરનારા શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા.
અનેક બાળકો ડિપ્રેશનનો ભોગ બને છે
ભણતરની ચિંતા અને ભણતરનો ભાર, માતા-પિતાની વધારે પડતી અપેક્ષાઓ, માતા-પિતા બાળકો વચ્ચે ઘર્ષણ, વર્તનમાં મુશ્કેલી, લાગણીની સમસ્યાઓ, લખવા-વાંચવામાં કંટાળો, એકાગ્રતાનો અભાવ, ડિપ્રેશન- મેનિયા વગેરે જેવી સમસ્યાઓથી આજના બાળકો પીડાઇ રહ્યા હોવાની વાત સામે આવી છે. એક બાળકની માતાએ જણાવ્યું કે, બાળકને લોકડાઉન થયું એટલે અમે તેને ડ્રોપ લેવડાવી દીધો હતો. અમને ઓનલાઇન ભણાવવાનું યોગ્ય ન લાગ્યું કેમ કે, ઓનલાઇન ભણીને કરે પણ શું? આખું વર્ષ કઈ ન કર્યું હોવાથી માત્ર રમવામાં જ ધ્યાન આપ્યું હોવાથી હવે તેને થોડું પણ વાંચવાનું લખવાનું કહીએ એટલે તે ગાળો બોલે અને ન બોલવાનું શરૂ કરી દીધું છે.
કાઉન્સેલિંગ સેન્ટરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ રડતા રડતા વર્ણવી સમસ્યાઓ
કેસ -1ઃ અજીબ ફિલિંગ આવે છે, સતત રડવાનું મન થાય છે
13-14 વર્ષના એક બાળક કહ્યું, સર મને મજા નથી આવતી. કાઇક અજીબ ફિલિંગ આવે છે. સતત રડવાનું મન થાય છે. મારી વાત મારે કહેવી હોય પણ કોને કહુ? મમ્મી પપ્પા કહેતા હોય કે એક તો ધંધા રોજગારીની સમસ્યાઓ હોય તેમા તું એરંડિયું પીધેલું મોઢું કરીને ફરે છે? મને પોતાને પણ ખબર નથી કે મને શું થાય છે બસ રડવું જ આવે છે પણ કોની પાસે રડું.
કેસ - 2ઃ પુત્ર ભણવાની સીધી ના પાડે, ખૂબ ગુસ્સો કરે છે
સાહેબ મારા દીકરાને કાંઇ થયું છે. તેના વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. ભણવાની સીધી ના, મિત્રો સાથે બહાર જવાની ના, ટ્યૂશનની ના, ખૂબ જ ગુસ્સો કરે, ક્યારેક આખો દિવસ પથારીમાંથી ઊભો જ ન થાય, ક્યારેક પગ વાળીને બેસે નહીં. પહેલા તો આવું નહોતો કરતો પણ સ્કૂલ ચાલુ થયા પછી બંધ થઇ ત્યારથી આવું વર્તન કરે છે.
ટેક્નોલોજીની વિપરીત અસર
મોટા ભાગના કેસ કોમન મેન્ટલ ડિસઓર્ડરના છે. એટલે કે સામાન્ય માનસિક બીમારી. આપણે ત્યાં પરિવારો તૂટવા લાગ્યા, ટેક્નોલોજીનો વ્યાપ જરૂરિયાત કરતા વધારે ફુલ્યો ફાલ્યો તેને કારણે લોકોમાં ડિપ્રેશન વધ્યું. અનેક કિસ્સામાં સોશિયલ મીડિયાને કારણે કિશોરો અને યુવાનો ડિપ્રેશનમાં આવી જાય છે. - ડૉ. યોગેશ જોગસણ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.