તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડા પૂજન:મુખ્યમંત્રી આજે રાજકોટમાં, દુકાને ચોપડા પૂજન કરશે, આખો દિવસ રોકાશે, કાર્યકરો સાથે મિટિંગ કરશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુખ્યમંત્રીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 9:35 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી રવાના થઇ રાજકોટ એરપોર્ટ ખાતે સવારે 10 વાગ્યે આવશે. એરપોર્ટથી સીધા રાજકોટ સરકિટહાઉસ ખાતે જશે. જ્યાં તેમનો સમય રિઝર્વ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મુખ્યમંત્રી દર દિવાળીએ પોતાની વર્ષો જૂની ગરેડિયા કૂવા રોડ સ્થિત દુકાને ચોપડા પૂજન કરવા જાય છે અને શનિવારે પણ ચોપડા પૂજન કરવા જાય તેવી સંભાવના છે.

દરમિયાન મુખ્યમંત્રી શનિવારે દિવસભર રાજકોટ રોકાવાના હોવાથી ભાજપના કાર્યકરો-આગેવાનો સાથે પણ મિટિંગ કરશે. તાજેતરમાં શહેર જિલ્લા ભાજપ પ્રમુખની નવી નિમણૂક થઇ છે. તે નેતાઓને પણ મળશે. મુખ્યમંત્રી સવારે 10 વાગ્યે આગમન બાદ મોડીરાત્રે 9:45 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે. મુખ્યમંત્રી તાજતેરમાં પેટા ચૂંટણીમાં કામ કરનાર રાજકોટના આગેવાનો સાથે મળે તેવી પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો