અવ્યવસ્થા:મુખ્યમંત્રી આવતા કલેક્ટર તંત્રમાં અઘોષિત રજા, કામગીરી નહીં થાય તેવા બોર્ડ માર્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ફોન કરનાર અરજદારને મામલતદારે કહ્યું, કાલે આવજો CMની ડ્યૂટીમાં છીએ!
  • શનિવારે જાહેર રજામાં પણ કામ ચાલુ રાખવા માટે મામલતદારે બાહેંધરી આપી

રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમો હોવાથી અધિકારી અને પદાધિકારીઓ તો સ્ટેન્ડ ટુ હતા પણ તેનાથી સામાન્ય માણસોનો ખો નીકળી ગયો હતો અને અવ્યવસ્થાથી કંટાળી એક અરજદારે મામલતદારને ફોન કરી વ્યથા ઠાલવી હતી. વિજય પાણખાણીયા નામના અરજદાર રાશનકાર્ડની કામગીરી માટે ગયા હતા જો કે ત્યાં પહોંચ્યા એટલે 13મીએ રેશનકાર્ડની કામગીરી બંધ રહેશે તેવું બોર્ડ માર્યું હતું જેથી મામલતદારને ફોન કરી શા માટે કર્મચારી નથી તેવું પૂછતા મામલતદાર કે.એમ. કથીરિયાએ સીએમના કાર્યક્રમમાં હોવાનું કહ્યું હતું.

જો કે અરજદાર સાથે વાત કરતી વખતે મામલતદારે શનિવારે રજામાં પણ કામ ચાલુ રાખશે તેવી બાંહેધરી આપી હતી, જો કે, કેટલા લોકો હેરાન થયા તે બતાવવા વીડિયો બનાવ્યો હતો જેમાં એક વૃધ્ધ 40 કિ.મી. દૂરથી આવ્યા હોવાનું પણ કહ્યું હતું.

અરજદાર અને મામલતદાર વચ્ચે થયેલી વાતચીતના અંશ

અરજદાર : કથીરિયા સાહેબ બોલો છો?

મામલતદાર : હા

અરજદાર : મામલતદાર કચેરીએ છું, રાશનકાર્ડની કોપી લઈને આવ્યો છું મારે રાશનકાર્ડ લેવાનું હતું

મામલતદાર : અત્યારે સીએમ સાહેબનો પ્રોગ્રામ છે, બધો સ્ટાફ ત્યાં છે રામપરા બેટી

અરજદાર : પણ, સાહેબ એવી તમે કોઇ જાહેરાત નથી કરી અમે દૂરથી આવ્યા છીએ

મામલતદાર : કલેક્ટર સાહેબનો હુકમ છે એ પ્રમાણે બધા રોકાયેલા છે

અરજદાર : સાહેબ, અહિયા એક બીજા કાકા છે જે 50 કિ.મી. દૂરથી આવ્યા છે

મામલતદાર : ઓન ડ્યૂટી છે, કોઇ ગેરહાજર નથી

અરજદાર : બધા ઓન ડ્યુટી હોય તો કામ કરવા જોય ને એકપણ નથી

મામલતદાર : એક જ જણો છે ત્યાં એક હોય તો શું થાય કટકા તો ન થાય

અરજદાર : એક પણ નથી

મામલતદાર : અરે પુરવઠામાં નિમણૂક જ એક જણાની બાકીના સ્ટાફ ત્યા છે, સવારના છ વાગ્યાના છે

અરજદાર : જાહેર રજા નથી તો કામ તો થવું જોઇએ ને

મામલતદાર : જાહેર કામ થાય જ છે કાલે જાહેર રજા છે તો પણ કામ ચાલુ જ રહેશે

અરજદાર : અરે પણ સાહેબ અત્યારે બધાએ દૂર દૂરથી ધક્કો ખાધો છે… (ફોન કટ)

અન્ય સમાચારો પણ છે...