તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:સૌરાષ્ટ્રમાં પવનની દિશામાં પરિવર્તન પણ તાપમાન સ્થિર

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂનત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્શિયસ
  • રાત્રે પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે

સૌરાષ્ટ્રમાં શિયાળામાં પણ હવે ઠંડીમાં ઘટાડો થયો છે. સવારના સમયે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્શિયસ રહેતા ઠંડી ઘટે છે જ્યારે રાત્રીના સમયે પારો 16 ડિગ્રી સુધી જતા ઠંડક પ્રસરે છે આ દરમિયાન પવનની દિશા પણ બદલતી નોંધાઈ છે. સોમવારે પણ ન્યૂનત્તમ તાપમાન 16.6 ડિગ્રી સે. જ રહ્યું હતું.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પવનની દિશા દિવસ અને સાંજના સમયે અલગ અલગ નોંધાઈ રહી છે. સવારના સમયે દક્ષિણ પૂર્વી તેમજ સાંજના સમયે ઉત્તર પૂર્વી હોય છે. સાંજ પછી ઉત્તર પૂર્વી પવન શરૂ થાય છે જે સૂકા અને ઠંડા હોવાથી રાત્રી દરમિયાન ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે 11 તારીખ બાદ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ સર્જાય તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર પરથી વાદળો પસાર થશે જેને કારણે દિવસ દરમિયાનનું તાપમાન 30 ડિગ્રી કરતા પણ ઓછું થતા દિવસ દરમિયાન ઠંડી વધશે. હાલના તાપમાન મુજબ ઠંડીમાં જે વધારો જોવા મળવો જોઈએ તે મળી શકયો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો