નિર્ણય બદલાયો:કુલપતિએ સ્થાપના દિને જાહેરાત કરી, 5 માસમાં ફરી ગયા, વિરોધ થતાં હવે ફરી ફૂટેજ લાઈવ કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા કેન્દ્રનું લાઇવ CCTVમાં જોઇ શકાશે

યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાતી દરેક પરીક્ષાના સીસીટીવી જાહેર જનતા માટે લાઈવ કરવાની કુલપતિએ જાહેરાત હતી કરી હતી અને આ પ્રકારનો પ્રયોગ દેશમાં પ્રથમ વખત કર્યો હતો, પરંતુ માત્ર 5 જ મહિનાના ટૂંકા સમયગાળામાં દેશના પ્રથમ પ્રયોગનો તાજેતરમાં જ ફિયાસ્કો થયો છે અને જાહેર જનતા માટે આ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બંધ કરી દીધી હતી પરંતુ ‘દિવ્ય ભાસ્કરે’ આ અંગે ગુરુવારે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ યુનિવર્સિટીએ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા માટે ફરી લાઈવ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ કરી કુલપતિને આ નિર્ણયમાં અડગ રહેવા જણાવ્યું હતું.

યુનિવર્સિટીના સ્થાપના દિને કુલપતિ ડૉ. ભીમાણીએ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા, પરીક્ષાને લઈને વાલીઓ અને લોકોનો યુનિવર્સિટીમાં વિશ્વાસ વધે તે માટે કોલેજોમાં લેવાતી પરીક્ષાના સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પહેલ સંભવત દેશમાં પ્રથમ રહી હતી, પરંતુ માત્ર 5 જ મહિનાના ટૂંકાગાળામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ અસામાજિક તત્ત્વો સીસીટીવી થકી વિદ્યાર્થિનીઓને ટ્રેક કરતા હોવાનું કારણ આપીને આ વ્યવસ્થા સદંતર બંધ કરી દીધી હતી પરંતુ વિરોધ થતા ફરી કુલપતિએ સૂર બદલ્યા હતા અને આગામી દિવસોમાં ફરી જાહેર જનતા માટે પરીક્ષા લાઈવ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...