તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTના દરોડા:ઇ-વે બિલ વગર સિરામિક પ્રોડક્ટ મહારાષ્ટ્ર જતી હતી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ટેક્સચોરી કરતા 5 ધંધાર્થીને ત્યાં GSTના દરોડા

મોરબીમાં મંગળવારે એસજીએસટી અને સીજીએસટીની ટીમે એક જ દિવસે અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી. એસજીએસટીની તપાસમાં ખુલ્યું છે કે, મોરબીના સિરામિક એકમોના ધંધાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી સિરામિક પ્રોડક્ટ મોરબીથી મહારાષ્ટ્ર ઇ-વે બિલ વગર મોકલતા હતાં. આ સિવાય સ્થાનિક લેવલે ઇન્વોઇસ વગર માલનું વેચાણ કરતા હતા. સીજીએસટીએ કુલ 5 એકમમાં તપાસ હાથ ધરી છે અને જેમાં રૂપિયા 51 લાખની વસૂલાત કરાઈ છે.

સીજીએસટીના જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદીના જણાવ્યાનુસાર કુલ 5 એકમ પર તપાસ કરવામાં આવી હતી. ઇ-વે બિલ વગર મહારાષ્ટ્ર જતો માલ એન્ફોર્સમેન્ટની મોબાઈલ સ્ક્વોડે પકડ્યો હતો. ત્યારબાદ આ વેપારીઓ વેચાણ બિલ બનાવ્યા વગર માલ વેચતા હતા અને ટેક્સચોરી કરતા હોવાનું માલૂમ પડતા અમારી ટીમે તપાસ હાથ ધરી હતી. 24 કલાક તપાસ ચાલુ રહી હતી. જેમાં દસ્તાવેજો, ખરીદ-વેચાણના વ્યવહારો વગેરે ચેક કર્યા હતા અને આ ટેક્સચોરી પકડાઈ હતી.

મોરબીમાં માંડલ રોડ અને કંડલા રોડ પર આવેલા સિરામિક એકમોને ત્યાં તપાસ કરી હતી. આ સિવાય સીજીએસટીની ટીમે પણ દરોડા પાડ્યા હતા. જોકે સીજીએસટીના અધિકારીએ તપાસ અંગે ચોક્કસ કારણ આપવાનું ટાળ્યું હતું અને તપાસ ચાલુ હોવાનું રટણ કર્યે રાખ્યું હતું. જ્યારે એસજીએસટીની તપાસ પૂરું થઈ ગઈ હોવા છતાં અધિકારીઓએ કાર્યક્ષેત્રની મર્યાદાનું બહાનું ધરીને પેઢીના નામ આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો