તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:કેન્દ્ર ચાલુ નથી કર્યું પણ તલાટી સેન્ટરમાં 2 ગાદલા નાખી ફોટા પાડી ચાલ્યા ગયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોધિકાના 8 સરપંચ સેન્ટર ચાલુ કરવા રાજી નથી, ઉપરથી કહે છે પણ જરૂર લાગશે તો શરૂ કરીશું

રાજ્ય સરકારે તમામ ગામડાંઓમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરી દીધેલી છે. ત્યારે ભાસ્કરે લોધિકા તાલુકાના 18 સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાંથી 8 સરપંચે કોવિડ કેન્દ્ર ચાલુ ન કરવા કહ્યું હતું અને સાથે એમ પણ માહિતી આપી હતી કે, ઉપરથી અમને શરૂ કરવાનું કહે છે, પણ એ સ્પષ્ટતા નથી કરતા કે કેમ ચાલશે આ કેન્દ્રો. સાથો-સાથ આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, માત્ર ગાદલા કે બેડ રાખી દેવાથી કામ પૂર્ણ થતું નથી.

કોવિડ કેન્દ્ર શરૂ કરવું હોય તો સરકારે તબીબી સેવાઓ અને દવાઓ આપવી જોઈએ અને તબીબોને પણ રાખવા જોઈએ જે જરૂર પડ્યેને હાજર થઇ જાય. વધુમાં જેતાકુબા ગામના સરપંચે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સીસીસી ચાલુ નથી કર્યું, પણ તલાટી આવી 2 ગાદલા મૂકી ફોટો પાડી ગયા છે. ત્યારે વિવિધ ગામના સરપંચ દ્વારા એ વાત પણ કહેવામાં અવી હતી કે, અત્યારે આ પ્રકારના સમયમાં જે લોકોને પોઝિટિવ આવે તે લોકો પોતાના ઘરમાં જ રહે છે અથવા પોતાની વાડીમાં રહેવા માંડ્યા છે.

લોધિકા તાલુકા વિકાસ અધિકારી મીરા સોમપુરાએ માહિતી આપતા કહ્યું કે, લોધિકા તાલુકા હેઠળ 37 ગામ આવેલા છે. જેમાંથી ઘણા ગામના સરપંચ સીસી કેન્દ્રો શરૂ કરવા તૈયાર થતા નથી. તેઓને સમજાવા પડે છે, પરંતુ તેમનો પ્રશ્ન એ છે કે, આ કેન્દ્રો શરૂ કરવાથી લોકોને શું ફાયદો પહોંચશે.

શું કહે છે સરપંચ ?
1. વ્યવસ્થા છે, પણ લોકો વાડીએ ચાલ્યા જાય છે.
2. સીસી કેન્દ્રો શરૂ કરવાની સાથે રસીનો જથ્થો પણ વધુ આપવો જોઈએ.
3. અત્યારે વ્યવસ્થા રાખો, સાહેબો આવશે, ત્યારે શરૂ કરીશું આવું કહે છે તલાટી.
4. સાંજે શરૂ થઇ જશે, જગ્યા ગોતીએ છીએ.
5. કીધું એટલે બે બેડ ગોઠવી દીધા છે, પ્રાથમિક શાળામાં
6. સરકારને માત્ર કહેવું છે, વ્યવસ્થા અમારે કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...