તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ફોલોઅપ:પંચનાથ સોસાયટીનો સીસીરોડ વારંવાર તૂટશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બધા ઘરને નળ અને ગટર કનેક્શન બાકી

રાજકોટની પંચનાથ સોસાયટીમાં અડધો અડધ વિસ્તારમાં ડ્રેનેજ તેમજ પાણીની લાઈન નથી તેમજ આખી સોસાયટીમાં ગેસ કનેક્શન નથી છતાં મનપાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરને ફાયદો કરાવવા માટે સીસીરોડ મંજૂર કરી દીધાનું કૌભાંડ બહાર આવ્યું છે. જ્યાં લાઈન છે ત્યાં પણ રોડ વારંવાર તૂટશે કારણ કે, પંચનાથ સોસાયટીમાં માત્ર ડ્રેનેજની અને પાણીની મુખ્ય લાઈન નાખીને સીસીરોડ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેથી દરેક ઘર પાસે હવે કનેક્શન લેવા માટે બે વખત ખોદકામ થશે અને જે પ્લોટમાં મકાન બનશે ત્યાં રોડ ખોદાતો જશે અને ટૂંકા ગાળામાં રોડ હતો ન હતો થઈ જશે.

મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના એજન્ટની જેમ કામ કરતા હતા. આ સોસાયટી દોઢ વર્ષ પહેલા કાગળ પર અસ્તિત્વમાં આવી હતી એટલે કે ત્યાં માત્ર પ્લોટિંગ પાડ્યું હતું અને 2019માં તો આ સોસાયટીમાં ડ્રેનેજ, પાણી અને સીસીરોડ માટે ફાઈલ તૈયાર થઈ ગઈ. ડ્રેનેજ અને પાણીના ટેન્ડર પણ થયા ન હતા ત્યાં સીસીરોડ માટે મંજૂરી લેવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો