મોટી દુર્ઘટના ટળી:રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે ઝાયલો કાર અચાનક સળગી ઉઠી, જોતજોતમાં ભડભડ બળીને ખાખ, કારમાં સવાર તમામનો બચાવ

રાજકોટ2 મહિનો પહેલા
ગોંડલ રોડ પર રાત્રિએ કારમાં વિકરાળ આગ લાગી.
  • પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર જૂના માર્કેટિંગ યાર્ડ નજીક મુખ્ય રસ્તા પર અચાનક ઝાયલો કારમાં આગ લગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. ગઈકાલે રાત્રિના 11 વાગ્યા આસપાસ અચાનક કારમાં આગ લગતા સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-ગોંડલ હાઇવે પર જૂના માર્કેટિંગ યાર્ડ નજીક રોડ પર ગઈકાલે રાત્રિના સમયે 11 વાગ્યા આસપાસ રસ્તા પર જતી ઝાયલો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લગતા સાથે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં તુરંત સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આગ લાગવાના પગલે કોઈ જાનહાનિ થઇ નથી.

કારમાં ભીષણ આગ લાગી હતી.
કારમાં ભીષણ આગ લાગી હતી.

મોટી દુર્ઘટના સહેજમાં અટકી
અચાનક રસ્તા પર જતી કારમાં હાઇવે પર આગ લગતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. ત્યારે અચાનક કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ પણ સવારના સમયે કોઠારીયા રોડ પર નટરાજ પેટ્રોલપંપની બહાર આગ લાગવાની ઘટના સામે આવી હતી જે સમયે પણ મોટી દુર્ઘટના થતા અટકી હતી.