તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પૂરમાં તણાયેલી કાર અને કિશન શાહની લાશ મળી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિશન શાહ - Divya Bhaskar
કિશન શાહ
  • કાર તણાઈ હતી તેની નજીક જ ડૂબી ગઈ’તી

રાજકોટના છાપરા ગામ પાસે એક કાર તણાઈ હતી, જેમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ તેમજ તેમની સાથે શ્યામ નામના વ્યક્તિ સવાર હતા. ત્રીજી વ્યક્તિ બચવામાં સફળ રહી હતી. નેવીએ તમામ ઉપકરણોની સાથે ડાઇવ લગાવી હતી જ્યારે રેસ્ક્યૂ ટીમે બોટથી શોધખોળ આદરી હતી આખરે સવારે કાર મળી હતી અને તેમાંથી કિશન શાહનો મૃતદેહ પણ મળ્યો હતો.

કાર જ્યાંથી તણાઈ હતી તે ડોંડી નદીમાં જ હતી અને ડૂબી ગઈ હોવાથી તેમજ નદીનો પ્રવાહ ભારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી હતી. કારને નદીના તળિયામાંથી ક્રેન વડે બહાર કાઢી હતી. કિશનના મૃતદેહને જરૂરી કાર્યવાહી અર્થે લોધિકાના સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...