તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાના કેસ ફરી વખત વધવા લાગ્યા છે. સેકન્ડ વેવની આશંકા હોવાથી તંત્રે અગાઉથી તૈયારીઓ કરી લીધી છે અને ફરીથી કોવિડ-19 હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર શરૂ કરવા લાગ્યા છે. યુનિવર્સિટી રોડ પર સ્થિત કેન્સર હોસ્પિટલના પહેલા માળને હેલ્થ સેન્ટર બનાવાયું હતું જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા તેમજ ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને એડમિટ કરાયા હતા. જો કે નવેમ્બરની શરૂઆતમાં કેસની સંખ્યા ઘટી હતી અને જિલ્લામાંથી નવા કેસની સંખ્યા 70ની આસપાસ થતા એક સમય એવો આવ્યો કે કેન્સર હોસ્પિટલમાં એકપણ દર્દી ન હતા તેથી સ્ટાફને બીજે ફાળવવા હોસ્પિટલ બંધ કરાઈ હતી.
કેસ ફરી વધ્યા છે અને દૈનિક 150ની આસપાસ આવે છે. હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં ઘણા ઓછા બેડ ભરાયા છે પણ એકદમથી કેસ વધે તો અચાનક ભારણ વધી જાય તેવી શક્યતા છે. તેવી સ્થિતિની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કેન્સર હોસ્પિટલ ફરીથી કાર્યરત કરવા હુકમ કર્યો છે. બે દિવસમાં તમામ તૈયારીઓ અને ડ્યૂટીની ફાળવણી થઈ જશે અને સોમવારથી દર્દીઓ દાખલ થઈ શકે તેવી સ્થિતિમાં હશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.