તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સીએની વિદ્યાર્થિનીની પતિ અને જેઠ જાસૂસી કરતા હતા

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનમાં પતિએ હિડન કોલ રેકોર્ડિંગ નાખ્યું

સીએ ઇન્ટર સુધી અભ્યાસ કરનાર યુવતીને છોટાઉદેપુર રહેતા સાસરિયાઓએ નજીવી બાબતે ત્રાસ આપ્યો હતો તેમજ પતિ અને જેઠ જાસૂસી કરી મેણાટોણા મારતા હતા. કોઠારિયા રોડ પર પિતાના ઘરે રહેતી હેમાક્ષી સોની (ઉ.વ.33)એ6 મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે છોટાઉદેપુર રહેતા પતિ જીગીશ મહેશ સોની, સાસુ નયના સોની, સસરા મહેશ ચંદુલાલ સોની અને જેઠ કૃણાલ સોનીના નામ આપ્યા હતા.

હેમાક્ષીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2016માં થયા હતા, લગ્ન જીવનમાં સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું, લગ્ન બાદ પતિ બરોડામાં જેઠ-જેઠાણીના ઘરે મુકીને રાજસ્થાન નોકરી પર જતો રહ્યો હતો, જેઠના નામનું સીમકાર્ડ હેમાક્ષીના મોબાઇલમાં નાખી જાસૂસી કરવામાં આવતી હતી, પતિએ પણ હેમાક્ષીના ધ્યાન બહાર તેના મોબાઇલમાં હિડેન કોલ રેકોર્ડર નાખી દીધું હતું. હેમાક્ષી સગર્ભા બની ત્યારે પણ પતિ સહિતના સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હતા, અને પાંચ મહિના બાદ બાળકને પ્રોબ્લેમ હોવાથી મિસ કેરેજ કરાવી નાખ્યું હતું.

પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી હતી. બેડીનાકામાં પિતાના ઘરે રહેતી અને એમએ સુધી અભ્યાસ કરનાર નિલા પટવા (ઉ.વ.40)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં રહેતા પતિ જતીન શશીકાંત પટવાનું નામ આપ્યું હતું. લગ્ન બાદ પતિ ઘરખર્ચ આપતો નહી અને પુત્રના અભ્યાસનો ખર્ચ પણ નિલાએ ઉપાડવો પડતો, નિલા બિમાર પડે ત્યારે સારવારના પૈસા આપતો નહી અને મારકુટ કરતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો