રંગરેલિયા:ઉદ્યોગપતિઓ પહેલા ન્યૂડ પાર્ટી મોરબીમાં યોજવાના હતા, વરસાદે બાજી બગાડતાં રાજકોટની ઇમ્પીરિયલ હોટલનો મોંઘોદાટ રૂમ નં. 608 બુક કરી પાર્ટી કરી

રાજકોટ4 મહિનો પહેલા
  • CCTV ફૂટેજ, રજિસ્ટર અને ઈન-આઉટ ગેટનો ડેટા ફંફોળતી પોલીસ
  • એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટના સીસીટીવી મુદ્દે તપાસ ચાલુ
  • વાઇરલ ન્યૂડ વીડિયો કોણે ઉતાર્યો એ દિશામાં પણ તપાસ

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટલ ઈમ્પીરિયલ પેલેસમાં ન્યૂડ ડાન્સ કરતી યુવતીનો વીડિયો ગઇકાલે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વાત પોલીસ સુધી પહોંચતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાબડતોબ હોટલ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનાં આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, યુવતી મુંબઇની મોડેલ હતી. આ પાર્ટી પહેલા ઉદ્યોગપતિઓ મોરબીમાં યોજવાના હતા, પરંતુ વરસાદે બાજી બગાડતાં નાછૂટકે ઇમ્પીરિયલ હોટલનો મોંઘોદાટ 608 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. આ રૂમનું એક રાતનું ભાડુ 20 હજાર જેવું હોય છે. આ એક રેવ પાર્ટી જ હતી. યુવતી રાતના 12 વાગ્યે મુંબઇથી રાજકોટ આવી હતી અને સવારે છ વાગ્યે ફરી મુંબઈ જતી રહી હતી.

ઈન-આઉટ ગેટનો ડેટા ફંફોળતી પોલીસ
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આ હોટેલના રૂમ નંબર 608માં યુવતી દ્વારા ન્યૂડ ડાન્સ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ CCTV ફૂટેજ, રજિસ્ટર અને ઈન-આઉટ ગેઇટનો ડેટા ફંફોળી રહી છે. હોટલના રૂમમાં ડાન્સ પાર્ટી અંગે ઝોન-1ના DCP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં સત્તાવર વિગતો પોલીસ દ્વારા આપવામાં આવશે.

ન્યૂડ ડાન્સ કરતી યુવતી મુંબઈની મોડેલ હોવાની વાત.
ન્યૂડ ડાન્સ કરતી યુવતી મુંબઈની મોડેલ હોવાની વાત.

એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ મુદ્દે તપાસ
શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો ન્યૂડ ડાન્સના વાઇરલ વીડિયો અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંજના સમયથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલ સાંજથી મોડીરાત સુધી હોટેલમાં રહી પોલીસ દ્વારા સૌપ્રથમ વાઇરલ વીડિયોનાં રૂમને આઇડેન્ટીફાય કરવા શરૂઆત કરી હતી અને બાદમાં સીસીટીવી ફૂટેજ, રજીસ્ટર, પોલીસ દ્વારા હોટેલના સીસીટીવી ફૂટેજ, એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વાઇરલ ન્યૂડ વીડિયો રૂમ નંબર 608 નો હોવાનું સામે આવ્યું છે.

આ વીડિયો કોણે ઉતાર્યો તે દિશામાં તપાસ
ગઈકાલે સાંજે પ્રાથમિક તપાસમાં રજિસ્ટર સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલ સાંજથી રાત સુધી ચાલેલી તપાસ બાદ કશું વાંધાજનક મળ્યું કે નહીં તે મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ હાલ પોલીસ દ્વારા રૂમ નંબર 608ની આસપાસના સીસીટીવી ફૂટેજની સાથે સાથે હોટેલમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટના સીસીટીવી મુદ્દે તપાસ ચાલુ રાખી છે. ઉલ્લેખનીય છે કે આ સાથે આગામી તપાસમાં પોલીસ દ્વારા આ વાઇરલ ન્યૂડ વીડિયો કોના દ્વારા અને ક્યાં સમયે ઉતારવામાં આવ્યો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે.

પોલીસ સાંજથી તપાસ કરી રહી છે.
પોલીસ સાંજથી તપાસ કરી રહી છે.

પોલીસ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત
ઝોન-1ના ઇન્ચાર્જ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રાથમિક તબક્કે તપાસના આદેશ આપ્યા હતા. તેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચની ટીમ હોટેલ પર પહોંચી હતી અને હકીકત શું છે તે અંગેની વિગતો બહાર લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. 608 નંબરનો રૂમ કંઇ વ્યક્તિના નામે બૂક કરાવવામાં આવ્યો હતો, એ રૂમ કેટલા લોકો માટે બૂક કરાવાયો હતો, જેટલા લોકો રૂમમાં રોકાયા હતા તેમના દસ્તાવેજી પૂરાવા હોટલ કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા કે કેમ? તેની તપાસ કરવામાં આવી રહી છે.

મુંબઇની મોડલ રાતે 12 વાગ્યે આવી સવારે છ વાગ્યે જતી રહી હોવાની ચર્ચા.
મુંબઇની મોડલ રાતે 12 વાગ્યે આવી સવારે છ વાગ્યે જતી રહી હોવાની ચર્ચા.

યુવતી મુંબઇની મોડલ હોવાની ચર્ચા
રાજકોટના યાજ્ઞિક રોડ પર ખ્યાતનામ હોટલમાં યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં ડાન્સ કરતો વાઇરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાઇરલ વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈથી રાજકોટ આવી હોવાનું અને યુવતી મોડેલ હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હોટલમાં પહોંચી તપાસ કરી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હોટલમાં પહોંચી તપાસ કરી.

વાઇરલ વીડિયો એક સપ્તાહ પૂર્વેનો હોવાની ચર્ચા
જોકે આ મામલે હોટલમાં આવતા લોકોનો રેકોર્ડ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાઇરલ વીડિયો એક સપ્તાહ પૂર્વેનો હોવાનું સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સામે આવી રહ્યું છે. હોટલનાં રૂમમાં યુવતીના નિર્વસ્ત્ર ડાન્સનો વીડિયો કોઇએ સામેની બાજુ ઊંચા બિલ્ડિંગમાંથી ઉતાર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે. હોટલની બારી ખુલ્લી રાખી હતી કે પછી કોઈ અંદરથી ફૂટી ગયું હોય એવી ચર્ચા જાગી છે.

હોટલના મેનેજર રાહુલ રાવ.
હોટલના મેનેજર રાહુલ રાવ.

આ કાંઇ થોડું મંદિર છે કે લોકો પૂજા કરેઃ હોટલ-મેનેજર​​​​​​
ઇમ્પીરિયલ પેલેસ હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ. આ કાંઈ થોડું મંદિર છે કે અહીં લોકો પૂજા કરે...પોલીસ-તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું.