તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Businessman Threatened To Kill His Son, Raped His Wife, Threatened To Defame Her, Took Her To A Hotel And Forcibly Raped Her.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:પુત્રને મારી નાખવાની ધમકી આપી વેપારીએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું, બદનામ કરવાની ધમકી આપી હોટેલમાં લઇ જઇ બળજબરી કરી દુષ્કર્મ આચરતો

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ નોંધાયા બાદ ફરાર કરિયાણાના વેપારીને પકડવા પોલીસની દોડધામ

શહેરમાં વધુ એક દુષ્કર્મના બનાવમાં કરિયાણાના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સેટેલાઇટ ચોક, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-1માં રહેતા મીત પરેશ ગણાત્રા નામના શખ્સનું નામ જણાવ્યું છે.ભોગ બનનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અગાઉ સુરત રહી હીરાના કારખાનામાં કામ કરતી હતી. ત્યાં હીરાના કારખાનેદાર સાથે આંખ મળી જતા બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા.

લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો, દીકરી છે. બંને મૂળ રાજકોટના હોય પાંચ વર્ષ પૂર્વે રાજકોટના મોરબી રોડ પરના વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. આ જ વિસ્તારમાં આરોપી મીત કરિયાણાની દુકાન ધરાવતો હોય તેને ત્યાંથી અવારનવાર કરિયાણું લેવા જતી હતી. ત્યારે દોઢ વર્ષ પૂર્વે કરિયાણાની દુકાને પુત્રને સાથે લઇ કરિયાણું લેવા ગઇ હતી.

આ સમયે મીતે પુત્રને દુકાન બહાર ઊભો રાખી પોતાને અંદર બોલાવી હતી. દુકાનમાં જતા જ મીતે શારીરિક અડપલાં કર્યા હતા. જેથી મીતનો પ્રતિકાર કરતા તેને પુત્રને ગુમ કરી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના તાબે થઇ ગઇ હતી. ત્યાર બાદ તે પોતાને કારમાં કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે અવાવરું સ્થળે લઇ જઇ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં મીત અવારનવાર બદનામ કરવાની ધમકી આપી રાજકોટની રેડ રોઝ નામની હોટેલમાં લઇ જઇ બળજબરી કરી દુષ્કર્મ આચરતો હતો.

મીતની અવારનવાર બળજબરી અને ધમકીથી કંટાળી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે બી ડિવિઝન પોલીસમથકના પીઆઇ એમ.બી.ઓસુરા સહિતના સ્ટાફે આરોપીને પકડવા તેના ઘરે દરોડો પાડ્યો હતો, પરંતુ પોલીસ ફરિયાદ થયાની તેને જાણ થતા તે નાસી ગયો હતો. પોલીસે તેના મોબાઇલ પરના લોકેશનના આધારે તેમજ તેના આશ્રય સ્થાનો પર શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો