• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Business Owner Of The Printing Press, Who Was Indebted To The Money Borrowed At Interest For The Business, Took A Poisonous Drug.

આપઘાત:ધંધા માટે વ્યાજે લીધેલા નાણાંથી દેણું થઇ જતા પ્રિન્ટિંગ પ્રેસના ધંધાર્થીએ ઝેરી દવા પી લીધી

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે વેપારીના આપઘાતનો પ્રયાસ, આકાશવાણી ચોકમાં સ્ક્રેપના ધંધાર્થીએ ધંધો ઠપ થતા ઝેર પીધું

શહેરમાં આપઘાત, આપઘાતની કોશિશના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે બે વેપારી યુવાને જુદા જુદા કારણોસર આર્થિક સંકડામણથી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથમ બનાવ ભગવતીપરા મેઇન રોડ, બદ્રીપાર્કમાં રહેતા બુરહાન શબ્બીરભાઇ ભારમલ નામના યુવાને મંગળવારે સવારે તેના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પરિવારની પૂછપરછમાં ત્રણ ભાઇ, એક બહેનમાં નાનો બુરહાન નાનો અને અપરિણીત હતો. તે વિજય પ્લોટમાં સૈફી આર્ટના નામથી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે.

છેલ્લા એક વર્ષમાં ધંધા માટે અલગ અલગ લોકો પાસેથી ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લીધા હતા. જેને કારણે વીસેક લાખનું દેણું થઇ જતા કંટાળીને પગલું ભર્યાનું પરિવારે જણાવ્યું છે. બુરહાનને કોઇ વ્યાજખોરે ધમકી આપી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સારવાર લઇ રહેલો બુરહાન ભાનમાં આવ્યા બાદ સત્ય હકીકત બહાર આવશે. બીજો બનાવ આકાશવાણી ચોક, શાંતિ એપાર્ટમેન્ટમાં બન્યો હતો. આ જ એપાર્ટમેન્ટમાં રહેતા તેજશ ભૂપેન્દ્રભાઇ કોટક નામના યુવાને પાર્ક કરેલી તેની કારમાં ઝેરી દવા પી લીધી હતી.

તે ઊલટીઓ કરવા લાગતા બનાવની પરિવારને ખબર પડતા તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુનિવર્સિટી પોલીસની તપાસમાં તેજશભાઇ તેની પત્ની સાથે સ્ક્રેપનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. કોરોનાના સમયમાં ધંધો ઠપ થઇ જતા લાખો રૂપિયાનો માલ વિદેશમાં ફસાઇ જતા આર્થિક સંકડામણ અનુભવતો હતો. તે કારણોસર તેજશે આ પગલું ભર્યાનું પરિવારે જણાવ્યું છે. તેજશભાઇને સંતાનમાં બે પુત્રી છે.

અન્ય સમાચારો પણ છે...