તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કાલથી માધાપર પાસેનું બસ સ્ટેન્ડ શરૂ થઈ જશે, 5 પ્લેટફોર્મ બનાવાયા

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ઢેબર રોડ ખાતેના બસપોર્ટ પરથી સમગ્ર રૂટની બસનું સંચાલન શરૂ થયા બાદ મુસાફરોને અગવડ પડી રહી છે અને તેની મુશ્કેલીમાં વધારો થયો છે. તેથી કામચલાઉ બસ સ્ટેન્ડ માધાપર ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 5 પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે અને 90 ટ્રિપની બસ અહીંથી જ ઉપડશે. આ બસ સ્ટેન્ડ કાલે સોમવારથી શરૂ કરી દેવામાં આવશે.

આ બસ સ્ટેન્ડ પરથી જૂનાગઢ, મોરબી અને જામનગર રૂટની બસ ઉપડશેે અને અહીં સ્ટોપ થશે. જેમાં જામનગર તરફની 37 ટ્રિપ, જૂનાગઢ તરફની 25 ટ્રિપ અને મોરબી રૂટની 8 ટ્રિપ બસની ઉપડશે. વધુમાં એસ.ટી.વિભાગના નિયામક યોગેશ પટેલના જણાવ્યાનુસાર હાલ અહીં 5 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જ્યારે પાકા પાયે બસ સ્ટેન્ડ બનવામાં અંદાજિત દોઢ વર્ષનો સમય નીકળી જશે. આ બસ સ્ટેન્ડમાં પૂછપરછ ઓફિસ, વિદ્યાર્થી અને મુસાફરો માટે પાસની સુવિધા, પેસેન્જર માટે વેઈટિંગ એરિયાની સુવિધા હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો