તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Builder Paid Interest And Also Committed Fraud, Members Of The Makwana Family, Who Had Just Returned From Ahmedabad, Told Police.

તપાસ:બિલ્ડરને વ્યાજ ચૂકવ્યું હતું અને તેણે છેતરપિંડી પણ કરી હતી, અમદાવાદથી હેમખેમ પરત આવેલા મકવાણા પરિવારના સભ્યોએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદન

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પરના પ્રદ્યુમન ગ્રીનસિટીમાં રહેતો મકવાણા પરિવાર આઠ દિવસ સુધી ગુપ્તવાસમાં રહ્યા બાદ ગુરૂવારે હેમખેમ પરત આવી ગયો હતો. બિલ્ડર જાડેજાએ વ્યાજે નાણા ધીર્યા હતા અને ભાગીદારીમાં છેતરપિ઼ડી પણ કરી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ આગળ ધપાવી હતી. પ્રદ્યુમ્ન ગ્રીનસિટીમાં રહેતા ટ્યુશન ક્લાસીસના સંચાલક વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા, તેના પત્ની કાજલબેન અને પુત્રી નિયતી ગત તા.11ના ઘરછોડીને ગુપ્ત સ્થળે જતાં રહ્યા હતા અને જતા પહેલા વિજયભાઇએ ચિઠ્ઠી લખી હતી તેમાં લખ્યું હતું કે, બિલ્ડર જે.પી.જાડેજાએ વ્યાજે નાણા ધીર્યા હતા.

કેકેવી ચોકમાં બિલ્ડિંગ બનાવ્યું હતું તેમાં જે.પી.જાડેજા ભાગીદાર હતા પરંતુ ભાગીદારીમાં છેતરપિંડી કરી બિલ્ડિંગ પોતાના નામે કરાવવાનો ખેલ કર્યો હતો.પોતાના હિસ્સાના નીકળતા રૂ.4 કરોડ બિલ્ડરે નહી આપતા ઘર છોડવાની અને પૈસા નહી મળે તો સામૂહિક આપઘાતની ફરજ પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો. સામૂહિક આપઘાતની ચીમકી આપતો પત્ર હાથ આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી, અને ક્રાઇમબ્રાંચની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી ગઇ હતી અને રાત્રે 3 વાગ્યે વિજયભાઇ સહિત ત્રણેયને રાજકોટ લઇ આવી હતી.

શુક્રવારે વિજયભાઇ અને તેના ભાઇ કિરણભાઇએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું તેમાં ફરીથી એવો જ ઉલ્લેખ કર્યો હતો કે, જે.પી.જાડેજાએ અગાઉ વ્યાજે નાણા ધીર્યા હતા અને તેમને ક્યારે ક્યારે કેટલું વ્યાજ ચૂકવ્યું હતું તે તમામ યાદી તેમના ઘરે લખી રાખી છે અને તેના પુરાવા પણ છે તેમજ બિલ્ડિંગની ભાગીદારીમાં બિલ્ડર જાડેજાએ છેતરપિંડી કરી હતી. તપાસનીશ અધિકારીએ કહ્યું હતું કે, ભોગ બનનાર પરિવાર દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવશે તો આગામી દિવસોમાં જવાબદાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...