તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જિલ્લા પંચાયતનું બજેટ તૈયાર પણ નવી સામાન્ય સભામાં મુકાશે

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બજેટ મંજૂરની મુદત 31 માર્ચ સુધીની, ચૂંટણી પૂરી થયા બાદ નવા સભ્યો સીધા બજેટ પર કામ કરશે

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. આ સમયે જ બજેટ પસાર કરવાનું હોય છે. મહાનગરપાલિકાઓમાં આ અંગે અસમંજસ છે જોકે રાજકોટ જિલ્લા પંચાયત આ અંગે નિશ્ચિંત છે કારણ કે, તેમનું બજેટ એક તબક્કામાંથી પસાર થઈ ગયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. જે. ગોહિલના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બજેટ બનાવવાનું નથી કારણ કે, તે પહેલાથી જ બની ગયું છે

અને કારોબારી સમિતિમાંથી પસાર પણ કરી દેવાયું છે બીજી તરફ બજેટ પસાર કરવાની મુદ્દત 31 માર્ચની છે એટલે ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે અને પછી બજેટની કાર્યવાહી કરાશે. જિલ્લા પંચાયતની ચૂંટણી 3 માર્ચે પૂરી થઈ જશે અને ત્યારબાદ નવા ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળશે. પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી બાદ નવી ચૂંટાયેલી પાંખને સૌથી પહેલા બજેટ પર કામ કરવાનું રહેશે અને તે માટે 15થી 20 દિવસનો જ સમય મળશે જેમાં તેઓ પૂર્વ સભ્યોએ બનાવેલા બજેટમાં સુધારા વધારા કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો