તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભાઇઓ ચા-નાસ્તો કરવા ગયા ને વાહનમાંથી મોબાઇલ ચોરાઇ ગયા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ગઠિયાઓને તક મળતાની સાથે કળા કરી જતા હોવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. વધુ એક બનાવમાં ચા-નાસ્તો કરવા ગયેલા બે ભાઇઓના વાહનની ડેકીમાંથી ગઠિયો દોઢ લાખની કિંમતના બે મોબાઇલ તફડાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કાલાવડ રોડ, એવરેસ્ટ પાર્ક-4માં રહેતા જયસુખભાઇ લક્ષ્મીદાસભાઇ રૂપાભીંડા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા.3ની સાંજે પુત્ર નિકુંજ અને ભત્રીજા રવિને તેમનું એક્ટિવા લઇ કામ માટે મોકલ્યા હતા. દરમિયાન બંને કામ પતાવી પરત ફરતા હતા. ત્યારે દૂધસાગર મેઇન રોડ પર આવેલી દુકાને ચા-નાસ્તા માટે ઊભા રહ્યા હતા.

દુકાનમાં જતા પહેલા પુત્રે અને ભત્રીજાએ તેમના મોબાઇલ એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા. ચા-નાસ્તો કરી પરત આવી વાહનની ડેકીમાંથી મોબાઇલ કાઢવા જતા ડેકી ખૂલેલી અને તેમાંથી મોબાઇલ ગાયબ હતા. મોબાઇલ ગાયબ થઇ જતા બંનેએ ઘરે આવી વાત કરી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે મોબાઇલ ચોરનાર ગઠિયાઓને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...