તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇએ સ્કૂલના બાથરૂમમાં બેવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી, આરોપી પણ સગીર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવસ સંતોષાતા આરોપીએ સગીરાને કહ્યું હતું કે, તું તારા રસ્તે અને હું મારા રસ્તે

રાજકોટમાં રહેતી અને સગીર વયની ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇ અને સુરત રહેતા શખ્સે લગ્નની લાલચ આપી હતી. બાદમાં સ્કૂલના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ ગુજારનાર શેખર સામે ફરિયાદ નોંધાવતાં બી-ડિવિઝન પોલીસે IPC કલમ 376 તથા પોક્સો એક્ટ કલમ 3,4 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવમાં મહિલા પોલીસે સગીર આરોપીને ઝડપી બાળ અદાલત લઇ જવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીની માતાએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો સગીરા ધો.8માં અભ્યાસ કરે છે. તેની એક બહેનપણી રાજકોટમાં રહે છે, જે ઘરે આવતી-જતી રહે છે. તેમની માતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીની બહેનપણીના ઘરે કોઈ પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો. આથી શેખર સાથે મારી પુત્રીને પરિચય થતાં બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતાં હતાં. મારી પુત્રીને શેખર સાથે ગયા વર્ષે જૂન-2020માં પરિચય થયો હતો. પુત્રીને શેખરે લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આરોપી સાથે સગીરાને લગ્નપ્રસંગમાં પરિચય થયો હતો
તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની બહેનપણીના ઘરે કોઈ પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઇ રાજકોટ આવ્યો હતો, આથી શેખર સાથે મારી પુત્રીને પરિચય થતાં બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતાં હતાં. મારી પુત્રીને આરોપી સાથે ગત વર્ષે જૂન-2020માં પરિચય થયો હતો. પુત્રીને બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આરોપીએ સગીરાને કહ્યું, તું તારા રસ્તે હું મારા રસ્તે
આરોપી રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ વાત કર્યા બાદ સંપર્ક તોડી નાખતાં અને પુત્રીને મેસેજમાં જવાબ ન આપતાં એકવાર મારી પુત્રીએ લગ્ન બાબતે પૂછતાં આરોપીએ જણાવ્યુ હતું કે, તું અહીં આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું, આથી મારી દીકરી પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. ત્યાં સુરતમાં દીકરી આરોપીને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ આરોપીએ કહ્યું, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે, તારે અને મારે કઈ નહીં.

મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

સુરત બોલાવી સગીરા સાથે સંબંધ તોડી નાખ્યો હતો
આ બનાવમાં સગીરા સુરત મળવા ગયા બાદ આરોપીએ સબંધ તોડી નાખતા નિરાશ થયેલી સગીરા રાજકોટ પરત ફરી હતી અને માતાને હકીકત જણાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મહિલા પોલીસ મથકના સ્ટાફે સુરતના સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...