તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાળાએ પ્રેમલગ્ન કર્યા અને યુવતીનાપરિવારજનો બનેવીના ભાઇને ઉપાડી ગયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢસો ફૂટ રિંગ રોડ, વૈકુંઠધામ સોસાયટીમાં રવિવારે બનેલો બનાવ, યુવાનનું અપહરણ કરનાર દંપતી સહિત ચારની ધરપકડ

શહેરમાં પ્રેમલગ્નના મુદ્દે યુવતીના માતા-પિતા સહિત ચારે પુત્રી સાથે લગ્ન કરનાર યુવાનના બનેવીના ભાઇનું અપહરણ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્વરિત કામગીરીને કારણે પોલીસે અપહૃત યુવાનને મુક્ત કરાવી અપહરણકર્તા ચારેય વ્યક્તિને પકડી પાડી ધરપકડ કરી છે.

દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા વૈકુંઠધામ સોસાયટી-3માં રહેતા દીપક કિશોરભાઇ વડગામા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે બપોરે તે નોકરી પર હતો. ત્યારે નાના ભાઇ વિરલનો ફોન આવ્યો હતો. અને તેને ફોનમાં જણાવ્યું કે તે બપોરે જમતો હતો. ત્યારે બે બાઇક પર શૈલેષ રામજી વાઘસણા, તેની પત્ની કાશ્મીરા, નિલેશ મનુ પાટડિયા અને સલીમ કાતર નામના શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને કહ્યું કે, તારા ભાઇના સાળા બાબતે તારી સાથે વાતચીત કરવી છે તું ચાલ અમારી સાથે. જેથી સાથે આવવાની ના પાડતા તેઓ મને બળજબરીથી બાઇકમાં બેસાડી ક્યાંક લઇ જતા હોવાની વાત કરી હતી.

બાદમાં ફોન કટ થઇ જતા અને નાનો ભાઇ મુશ્કેલીમાં હોવાનું જાણી તુરંત પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો. જેથી કંટ્રોલરૂમે માલવિયાનગર પોલીસને જાણ કરતા પીઆઇ કે.એન.ભૂકણ, પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે મોબાઇલ ટ્રેસ કરી અપહરણકર્તાઓની પાછળ દોડધામ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકમાં અપહરણકર્તાઓને અપહૃત યુવાન સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા દંપતી સહિત ચારેયને પોલીસમથક લઇ જવાયા હતા.

કાકાજી સસરાના દીકરા હિરેન રમેશભાઇ સીનરોજાએ થોડા દિવસ પહેલા આરોપી શૈલેષ વાઘસણાની પુત્રી જાન્વીને ભગાડી જઇ પ્રેમલગ્ન કર્યા હોય તેનો ખાર રાખી પોતાના નાના ભાઇનું અપહરણ કર્યું હોવાનું મુક્ત થયેલા વિરલના ભાઇ દીપકે પોલીસને જણાવ્યું છે. માલવિયાનગર પોલીસે દીપક વડગામાની ફરિયાદ પરથી ગુનો નોંધી દંપતી સહિત ચારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. પોલીસે ચારેય અપહરણ કરનારની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...