બ્રિજનું કામ અધ્ધરતાલ:બ્રિજનું કામ ચાલુ કર્યું પણ ડાયવર્ઝન ન કાઢ્યું, હવે ત્યાં ગટરના પાણી ભરાયા!

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડ્રેનેજ લાઈન તૂટતાં ભીમનગર આસપાસના રહેવાસીઓને ભારે હાલાકી. - Divya Bhaskar
ડ્રેનેજ લાઈન તૂટતાં ભીમનગર આસપાસના રહેવાસીઓને ભારે હાલાકી.
  • મનપાની બેદરકારીને કારણે મોટામવાના રહેવાસીઓને હાલાકી થઈ, બ્રિજનું કામ અધ્ધરતાલ
  • ખાડા ખોદાયા ત્યાં ડ્રેનેજ લાઈન તૂટતાં ચારેકોર ગંદકી, સફાઈમાં મહિનો થશે તેવું સ્ટાફનું ગાણું

રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં પણ મનપાના કામ ચાલે છે ત્યાં કોઇને કોઇ બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થાય છે. આ વખતે મોટામવાના બ્રિજની કામગીરીમાં બન્યું છે. મનપાએ કામ તો ચાલુ કરી દીધું પણ ડાયવર્ઝનની કોઇ વ્યવસ્થા ન કરાતા તેમજ હવે એ બ્રિજના ખોદકામને કારણે ડ્રેનેજ લાઈન તૂટતાં ભીમનગર અને આસપાસના રહેવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે.

મોટામવા વિસ્તારમાં બે બ્રિજના કામ ચાલી રહ્યા છે. એક બ્રિજ કાલાવડ રોડ પર બની રહ્યો છે જ્યારે બીજો બ્રિજ ભીમનગરમાં બની રહ્યો છે. ભીમનગરમાં બ્રિજનું કામ કરવા માટે જે હયાત બેઠો પુલ હતો તે તોડી નાખ્યો પણ તેને બદલે કોઇ ડાયવર્ઝન કાઢવામાં આવ્યું ન હતું આ કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.

રહેવાસીઓએ ડાયવર્ઝન બનાવવાની માંગ કરી ત્યાં ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી ગઈ હતી જેથી જ્યાં ખોદકામ કરાયું છે ત્યાં તેમજ નદીમાં ગંદા પાણીના વહેણ ચાલુ થઈ ગયા હતા. આ મામલે સ્થાનિક દિલીપભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, ગંદકીથી કંટાળી સ્થાનિકોએ ફરિયાદ કરી હતી તો ડ્રેનેજ વિભાગમાંથી આવેલા કર્મચારીઓએ કહ્યું કે, આ બધું સાફ કરતા એક મહિનો લાગશે. જેને લઈને બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર પણ પોતાના માણસોને ત્યાંથી ખસેડી બીજા કામમાં લગાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...