• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Bride Arrives In Rajkot To Take Exams At University Wearing Panetar Before Marriage, Says: Education Is More Important To Me Than Marriage

પાનેતરમાં પરીક્ષા:રાજકોટમાં લગ્ન પહેલા પાનેતર પહેરીને યુનિવર્સિટીની પરીક્ષા આપવા પહોંચી દુલ્હન,કહ્યું: લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે

રાજકોટ15 દિવસ પહેલા
શિવાંગીએ લગ્ન પહેલા દુલ્હનના શણગારમાં પરીક્ષા આપી.
  • લગ્ન મંડપમાંથી શિવાંગી બગથરિયા પતિ સાથે સીધી પરીક્ષાખંડમાં આવી
  • શિક્ષણને મહત્વ આપી શિવાંગીએ સમાજને નવો રાહ ચિંધ્યો

રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનીવર્સિટીની પરીક્ષાઓ શરુ થઈ છે. આ સમયે લગ્નના પરિધાનમા સજ્જ થઈને શિવાંગી બગથરીયા નામની યુવતી જ્યારે પરીક્ષા ખંડમાં આવી ત્યારે સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે.

શિવાંગીએ દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી
શિવાંગીએ દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી
લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે : શિવાંગી બગથરીયા
લગ્ન કરતા મારા માટે શિક્ષણ મહત્વનું છે : શિવાંગી બગથરીયા
શિવાંગી હાલ BSWનો અભ્યાસ કરે છે
શિવાંગી હાલ BSWનો અભ્યાસ કરે છે

અમે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કર્યું
વધુમાં શિવાંગીએ જણાવ્યું હતું, હું આજે બેચલર ઓફ સોશિયલ વર્કની પરીક્ષા આપવા આવી છું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમાજીક કાર્ય કરવું એ મારા જીવનનું એક મહત્વનું કાર્ય છે. જેના માટે અભ્યાસ કરવો જરૂરી છે અને એટલે જ આજે હું મારી પરીક્ષા આપવા આવી છું. જયારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. માટે અમે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કર્યું અને પહેલા હું એક્ઝામ આપવા આવી છું.

શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજે પરીક્ષા આપવા પહોંચી
શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજે પરીક્ષા આપવા પહોંચી
શિવાંગીએ આજે BSW સેમ-5ની પરીક્ષા છે
શિવાંગીએ આજે BSW સેમ-5ની પરીક્ષા છે

શિક્ષણને મહત્વ આપી શિવાંગીએ સમાજને નવો રાહ ચિંધ્યો
ઉલ્લેખનીય છે કે શિવાંગી હાલ BSWનો અભ્યાસ કરે છે. આજે BSW સેમ-5ની પરીક્ષા છે. ત્યારે શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજે પરીક્ષા આપવા પહોંચી હતી.શિવાંગીએ અભ્યાસને મહત્વ આપવાં માટે લગ્નના દિવસે જ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી. ત્યારબાદ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા માટે વિધીમાં જોડાઈ હતી. આમ લગ્ન પહેલા શિક્ષણને મહત્વ આપી શિવાંગીએ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...