તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ઘરમાંથી ચોરી થયેલા દાગીનાની તપાસમાં દીકરીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં એકલી પ્રેમિકાને મળવા માટે ગયેલો પ્રેમી કિંમતી દાગીના પર હાથ સાફ કરી ગયો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પ્રેમી જ ચોર નીકળ્યો હતો અને તેણે આર્થિક ભીંસમાં હોવાના કારણે આ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના રાજકોટના રેલ નગર મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં બની છે.
મોજ મજા કરવા ચોરી કરી હોવાની કબૂલાત આપી
રાજકોટમાં રહેતા જાગૃતિબેન નામના બ્યુટિશિયને પોતાના ફ્લેટમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસની તપાસમાં દીકરીનો પ્રેમી જ ચોર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે આર્થિક ભીંસ દૂર કરવા અને મોજ મજા કરવા માટે દાગીના ભરેલું પર્સ સેરવી લીધાની કબૂલાત આપી હતી.
પુત્રીની માતાએ પોલીસ ફરિયાદ કરી
મળતી માહિતી અનુસાર જાગૃતિબેનના પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે 17મી જાન્યુઆરીએ અમદાવાદ ગયા હતા. આ સમયે ઘરે દીકરી ઘરમાં એકલી હતી અને 24મીના રોજ પિતાનું મૃત્યુ થતાં પુત્રીએ પ્રસંગમાં જવાનું રદ કર્યુ હતું. તે ઘરમાં એકલી હતી, જ્યારે પરિવારજનો અમદાવાદમાં હતા. આ બાદમાં 30મી જાન્યુઆરીના રોજ જાગૃતિબેને કબાટની અંદર પાકિટમાં રાખેલા દાગીના શોધવાનો પ્રયાસ કરતા તે મળ્યા નહોતા. આ વિશે તેમણે દીકરીને પણ પૂછ્યું પરંતુ ઘણી શોધખોળ બાદ પણ પાકીટ ન મળતા આખરે જાગૃતિબેને સોના-ચાંદીના ઘરેણાં ભરેલા પાકીટ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પ્રેમિકાની નજર ચૂકવીને પ્રેમીએ પર્સની ચોરી કરી હતી
પોલીસે આ મામલે આકરી પૂછપરછ કરતાં દીકરીએ વિજયરાજસિંહ નામના યુવક સાથે 1 વર્ષથી પ્રેમસંબંધ હોવાની અને પરિવારજનોની ગેરહાજરીમાં પ્રેમી ઘરમાં મળવા આવ્યો હોવાની વાત કરી હતી. પોલીસે બાદમાં પ્રેમીની પૂછપરછ કરતાં તેણે આર્થિક ભીંસ દૂર કરવા પ્રેમિકાને મળવા જતા તેની નજર ચૂકવીને દાગીના ભરેલું પર્સ તફડાવી લીધું હોવાનું કબૂલ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.