ક્રાઇમ:પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ આચરી વીડિયો ફરતો કરવાની ધમકી દીધી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજિયન યુવતીની ફરિયાદ, સાતડાનો પ્રેમી પોલીસ સકંજામાં

19 વર્ષની કોલેજિયન યુવતી પર સાતડા ગામે રહેતા તેના પ્રેમી વિજય પાંચા મકવાણાએ બળજબરી કરી દુષ્કર્મ આચર્યાની અને બાદમાં વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની ફરિયાદ મુજબ, વિજય સાથે તેને ચાર વર્ષથી પ્રેમસંબંધ છે. દરમિયાન 2021ના ઓગસ્ટ મહિનામાં પોતે કોલેજ જવા માટે બસની રાહ જોતી હતી. ત્યારે વિજય બાઇક લઇને આવ્યો હતો અને ફરવા જવાના બહાને પોતાને સાથે લઇ ગયો હતો. રેસકોર્સ ફરીને હિરાસર પાસે બનતા નવા એરપોર્ટ વિસ્તારના ડોસલીબુના ગામ નજીક અવાવરૂ સ્થળે લઇ ગયો હતો.

જ્યાં તેને પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વિજયે પોતાને રિક્ષામાં બેસાડી પોતાને મોકલી દીધી હતી. ચાર મહિના બાદ બપોરે વિજય ઘરે આવ્યો હતો અને મિત્ર મુકેશે આપણા શરીરસંબંધનો વીડિયો બનાવી લીધાની વાત કરી હતી. ત્યાર બાદ વિજયે ફરી પોતાની સાથે શારીરિક અડપલાં કરતા પોતે ના પાડી હતી. જેથી તે ઉશ્કેરાય જઇ મિત્રે ઉતારેલો વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપી હતી.

ધમકીથી ગભરાઇ પ્રેમીના તાબે થઇ જતા તેને પોતાના જ ઘરમાં બે વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગત માર્ચ મહિનામાં વિજયને ફોન અને મેસેજ કરવા છતાં તેને કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન વિજય રૂબરૂ મળી જતા તું કેમ ફોન કે મેસેજનો જવાબ નથી આપતો તેમ કહેતા વિજયે હવે તું મને ફોન ન કરતી અને મેસેજ પણ નહિ કરતી, નહીંતર હવે હું આ વીડિયો ફરતો કરી તને બદનામ કરી દઇશ કહીને જતો રહ્યો હતો. પ્રેમીએ દગો કર્યાની પોલીસને અરજી આપી હતી જેના આધારે ફરિયાદ નોંધી પોલીસે વિજયને સકંજામાં લીધો છે.

અન્ય સમાચારો પણ છે...