તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ FBમાં અભદ્ર ફોટા મૂક્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભારતીનગરના પરિણીત શખ્સની સાયબર સેલે ધરપકડ કરી

પતિથી અલગ રહેતી મહિલાને પ્રેમીએ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો મૂકી બદનામ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. નાણાવટી ચોક પાસે રહેતી કાજલ ઉર્ફે સપના પારેખ નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં, તેના 19 વર્ષ પહેલા રાજકોટમાં રહેતા ભાવેશ ભટ્ટ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાન છે. દાંપત્ય જીવનમાં પતિ સાથે મનદુ:ખ થતા તે દોઢ વર્ષથી પુત્રી સાથે અલગ રહે છે.

આ સમયે ભારતીનગરમાં રહેતા પ્રદીપ ડાયા સિદ્ધપુરા સાથે પરિચય થયો હતો. જે પરિચય પ્રેમમાં પલટાતા બંનેની સંમતિથી એક વર્ષથી સાથે રહેતા હતા. ત્યારે પ્રેમી પ્રદીપ સાથે એક મહિના પહેલા બોલાચાલી થતા તેનાથી અલગ થઇ હતી. દરમિયાન પ્રદીપને છોડી દેતા તેને વોટ્સએપ પર મારા બીભત્સ ફોટા અને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. પ્રદીપે મેસેજમાં તું મને છોડીને જતી રહી છે ને હવે જો તારા ફોટા વાઇરલ થઇ ગયા, હવે તું ભોગવ.

બાદમાં પ્રદીપે તેના ફેસબુક એકાઉન્ટમાં પોતે કપડાં બદલાવતી હોય તે વેળાની તસવીરો મૂકી આજ સવારથી લાપતા છે જે ને પણ માહિતી મળે એને આ નંબર ઉપર ફોન કરવો તેવું લખી નીચે તેના મોબાઇલ નંબર લખ્યા હતા. પ્રદીપે ફેસબુકમાં મૂકેલા ફોટા અને અભદ્ર મેસેજ પોતાના ધ્યાને આવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે સાયબર સેલે પ્રદીપ સિદ્ધપુરાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...