ધરપકડ:બૂટલેગરનું વાહન કાદવમાં ખૂંપી જતા પોલીસે ઝડપી લીધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂની 108 બોટલ ભરેલી કાર પકડાઇ, જુગાર રમતા 5 પકડાયા

શહેરના કોઠારિયા રિંગ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન અમદાવાદ પાસિંગની કાર ત્યાંથી પસાર થતા પીએસઆઇ આર.જે.કામળિયા સહિતના સ્ટાફે કારને અટકાવવા ઇશારો કર્યો હતો. ત્યારે ચાલકે ઊભી રાખવાને બદલે કાર ભગાવી મૂકી હતી. જેથી કાર વિદેશી દારૂ ભરેલી હોવાનું સ્પષ્ટ થતા પોલીસ ટીમે કારનો પીછો કર્યો હતો. દરમિયાન કાર રિંગ રોડના છેડે આવેલી નદીના કાંઠે કાદવમાં ખૂંપી જતા ચાલક કારને રેઢી મૂકી નાસી ગયો હતો.

ત્યારે પાછળ પાછળ દોડી આવેલી પોલીસે કારની તલાશી લેતા અંદરથી રૂ.42 હજારના કિંમતનો વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર કબજે કરી નંબરના આધારે નાસી ગયેલા બૂટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજા બનાવમાં કુવાડવા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી વોક્સવેગન કાર રાજકોટ તરફ આવી રહી હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગુંદા ગામ પાસે વોચ ગોઠવી રાજકોટ પાસિંગની વોક્સ વેગન કારને અટકાવી હતી.

ચાલકની પૂછપરછ કરતા તે ગોંડલ રોડ, ઉદ્યોગનગર કોલોનીમાં રહેતો હિતેશ સુરેશ ચાવડા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 108 બોટલ મળી આવતા રૂ.1.93 લાખનો મુદ્દામાલ કબજે કરી હિતેશની ધરપકડ કરી છે.જયારે રસુલપરા-16માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહમદ ઇબ્રાહીમ સોઢા, હુશેન ઇસ્માઇલ નારેજા, ઇમ્તિયાઝ નુરમહમદ દલ, અમીન ઇસ્માઇલ ઠેબા અને મહમદ ઇસ્માઇલ નારેજાને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.12,200 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...