તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:જે બૂથમાં સૌથી વધુ લીડ તેમને 15 હજારનું ઇનામ, વોર્ડના ઉપપ્રમુખે હરીફની શેરી સભા બંધ કરાવી

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ કાર્યકર્તાઓને દોડતા રાખવા અને વિજેતા થવા માટે ઇન્સેન્ટિવ સ્કીમ મૂકી રહ્યા છે. ચૂંટણીમાં નાસ્તો, ભોજન સહિતનો ખર્ચ તો ઉમેદવારો કરતા જ હોય છે, પરંતુ હવે કાર્યકર્તાઓ માટે ઇન્સેન્ટિવ સ્કીમ પણ મૂકવામાં આવી છે. વોર્ડમાં જે બૂથ પર સૌથી વધુ લીડ મળશે તે બૂથના કાર્યકર્તાઓને 15000, બીજા નંબરની લીડ મેળવાનાર બૂથને 11000 અને ત્રીજા નંબર પરના બૂથને 5 હજાર રૂપિયાનું ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

વોર્ડના ઉપપ્રમુખે હરીફની શેરી સભા બંધ કરાવી​​
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાં ઉમેદવારો પ્રચાર માટે જુદી જુદી સોસાયટીઓમાં શેરી સભા, પદયાત્રા સહિતના કાર્યક્રમો થકી મતદાતા સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એક વોર્ડમાં હરીફ એક રાજકીય પક્ષની શેરી સભા ચાલી રહી હતી ત્યારે તે શેરીમાં જ રહેતા વોર્ડના ઉપપ્રમુખ આવી પહોંચ્યા હતા. આ સભામાં ઉપપ્રમુખના પરિવારજનો પણ હાજર હતા. ત્યારે ઉપપ્રમુખે સભા બંધ કરાવી હતી અને અમારી સોસાયટીમાં બીજી વખત આવ્યા તો મજા નહીં આવે તેવી ધમકી પણ આપી હતી. જેના પગલે થોડો સમય ગરમા ગરમીના દૃશ્યો જોવા મળ્યા હતા. બાદમાં મામલો શાંત પડ્યો અને સભા વહેલી પૂર્ણ કરી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો