સટ્ટા બજાર ગરમ:બુકીબજારના મતે મુખ્યમંત્રીના નામમાં નીતિન પટેલ સૌથી આગળ, માંડવિયા, ઝડફિયા, ફળદુ, રૂપાલાના નામ પર 60 હજારથી 5 લાખના ડબ્બા બૂક

રાજકોટએક મહિનો પહેલા
નીતિન પટેલનું નામ આગળ (ફાઇલ તસવીર).
  • લાંબા સમયે રાજકીય ઉથલપાથલ વચ્ચે સટ્ટા બજારમાં પંટરોએ ડબ્બો શરૂ કરી દીધો

ગઇકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઇ છે. ચૂંટણી હોય, ક્રિકેટ મેચ હોય કે પછી વરસાદ હોય ગુજરાતીઓ સટ્ટો રમવાનું ભૂલતા નથી. આજે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે કોનું નામ જાહેર થશે તેને લઇને લાખો રૂપિયાનો સટ્ટો પંટરોએ લગાવ્યો છે. બુકી બજારના મતે મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી આગળ નીતિન પટેલ ચાલી રહ્યાં છે. તેમજ મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, આર.સી.ફળદુ, પરસોતમ રૂપાલા સહિતના નામ પર 60 હજારથી 5 લાખના ડબ્બા બૂક થઇ ગયા છે.

શંકર ચૌધરી, ભીખુભાઇ દલસાણીયા અને સી.આર. પાટીલના નામ પર પણ સટ્ટો લાગ્યો
ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ત્યારે સટ્ટા બજાર પણ ગરમ છે. લાંબા સમયે રાજકીય ઉથલપાથલ વચ્ચે સટ્ટા બજારમાં પંટરોએ ડબ્બો શરૂ કરી દીધો છે. કોઇ નવું નામ આવે તો તેના પર પણ 60 હજારથી પાંચ લાખના સટ્ટાનાં ડબ્બા બૂક થઇ રહ્યાં છે. આ ઉપરાંત શંકર ચૌધરી, ભીખુભાઇ દલસાણીયા અને સી.આર. પાટીલના નામો સટ્ટા બજારના ડબ્બામાં હોટ ફેવરિટ છે. જોકે, ધારાસભ્યોની બેઠક બાદ જ નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે. આ વખતે પંટરો લાખો રૂપિયાનો સટ્ટો લગાવી ખેલી રહ્યાં છે.

સટ્ટા બજારમાં ડબ્બો એટલે શું?
સટ્ટા બજારમાં ડબ્બો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે વાંચીએ છીએ. ખરેખર ડબ્બા શબ્દનો અર્થ શું છે તે વિશે એક બૂકીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, કોઇ પણ પંટર નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બૂક કરાવે તેટલી જ રકમ હાર કે જીતમાં ચૂકવવી પડે છે. જેન ડબ્બો કહેવામાં આવે છે.

સી.આર.પાટીલનું નામ પણ સટ્ટા બજારમાં.
સી.આર.પાટીલનું નામ પણ સટ્ટા બજારમાં.

ગ્રામ્ય વિસ્તારોમાં લાખોની શરતો
રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાખો રૂપિયાની શરતો લાગી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રાજકીય આગેવાનો વચ્ચે લાખો રૂપિયાની શરતો લાગી છે. મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને પૈસાદાર આગેવાનો વચ્ચે લાખોવી શરતો લાગી છે. હાલમાં અનેક નામો ચર્ચામાં છે તે સિવાયના નામો પર શરતો લગાવવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં નેતાઓ વચ્ચે લાખોની શરતો લાગી છે.

શંકર ચૌધરીનું નામ પણ બોલાય રહ્યું છે.
શંકર ચૌધરીનું નામ પણ બોલાય રહ્યું છે.

ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે લાખોની શરતો લાગી
ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે લાખોની શરતો લાગી હોવાનું બુકી બજારમાંથી જાણવા મળી રહ્યું છે. નવા મુખ્યમંત્રી જાહેર થાય તે પહેલા જ લાખો રૂપિયાનો વહીવટ સટ્ટા બજારમાં થશે. ગ્રામ્ય વિસ્તારોનાં ખેડૂતો અને સહકારી નેતાઓ વચ્ચે શરતો લાગી છે. માત્ર રાજકીય આગેવાનો જ નહીં ગમે તે પરિસ્થિતિમાં જુગાર રમવા ટેવાયેલા લોકો વચ્ચે શરતો લાગી છે. શરતોમાં પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તે હોટ ફેવરિટ છે. મીડિયામાં જે નામો છે તે નામો પર જ શરતો લાગી છે.

ભીખુભાઇ દલસાણિયાનું નામ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ.
ભીખુભાઇ દલસાણિયાનું નામ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ.
અન્ય સમાચારો પણ છે...