રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલ બસ પોર્ટના સુપરવાઈઝર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે, તેઓને બસ પોર્ટમાં પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ બોક્સ મળ્યું હોય અને બોમ્બ હોવાની શકયતા નકારી શકાય નહીં જેથી કંટ્રોલ રૂમ દ્વારા તુરંતજ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર તથા ડીસીપી ને જાણ કરવામાં આવતા તાત્કાલીક પગલાં લેવા સુચના આપવામાં આવી હતી જેથી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કોડ, SOG, ક્રાઈમ બ્રાંચ તથા QRT ટીમ અને સ્થાનિક એ ડિવિઝન પોલીસને જાણ કરી ફાયર બ્રિગેડને સાથે રાખી તાત્કાલીક સમય મર્યાદામાં રાજકોટ બસ પોર્ટ પર પહોંચી સ્થળ પર તપાસ કરી બોમ્બ સ્કોડ દ્વારા શંકાસ્પદ બોક્ષમાં રહેલ બોમ્બને સુરક્ષીત સાધનો સાથે ડીફ્યુઝ કરવામાં આવ્યો હતો.
તાલીમ આપવામાં આવી
આ સાથે બસ પોર્ટમાં અન્ય કોઈ જગ્યાએ અન્ય કોઈ વાંધાજનક વસ્તુ પડેલ છે કે કેમ તે બાબતે બસ પોર્ટમાં સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં ચેકીંગ પૂર્ણ થતા સમગ્ર ધટનાને “મોકડ્રીલ” હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ એટલે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો કઈ રીતે પહોંચી શકાય અને શું કાર્યવાહી કરી શકાય તે માટે તાલીમ આપવામાં આવે છે.
રાજકોટ પોલીસની સતર્કતા
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સમયાંતરે એરપોર્ટ પર પ્લેન હાઇજેક, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુઓ હોવા અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે. અને આ મોકડ્રિલ મારફત તાલીમ અને રાજકોટ પોલીસની સતર્કતા અંગે પણ પોલીસ કમિશનર દ્વારા દેખરેખ રાખવામાં આવતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.