પ્રેમલગ્નનો કરુણ અંજામ:ગોંડલના રીબડા પાસે પરિણીતાનો મૃતદેહ મળ્યો, શરીર પર ઇજાના નિશાન, પતિએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હત્યા કર્યાનું કબુલ્યું

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીએ પીળા રંગનું ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું છે. - Divya Bhaskar
યુવતીએ પીળા રંગનું ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું છે.
  • પોલીસે યુવતીનો મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો
  • યુવતીની ઉંમર 25થી 30 વર્ષની, શ્રમિક હોવાનું પોલીસને અનુમાન

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામના ગેઇટ સામે સજુ સમા નામની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે રાજકોટની સહકાર સોસાયટીમાં રહેતા આરોપી પતિ સંદિપ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યાં તેણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબુલ્યું હતું કે બન્ને એ પ્રેમલગ્ન કર્યા હતા. અને પતિ સંદીપે જ પત્ની સજુ સમાની હત્યા કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહને પીએમમાં ખસેડ્યો
સૌ પ્રથમ આ ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દોડી જઈ યુવતીના મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. પરિણીતાએ પીળા રંગનું ટીશર્ટ અને બ્લેક કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. પરિણીતાના મોઢા અને હાથના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પરિણીતાએ પહેરેલા ટીશર્ટ પર ‘એવરીવન લવ ડિફરન્ટલી’ લખેલું હતું.

યુવતીની ઉંમર 25થી 30 વર્ષ
પ્રાપ્ત વિગત મુજબ રીબડા ગામના ગેઇટ સામે જીન્સ અને ટી-શર્ટ પહેરેલી આશરે 25થી 30 વર્ષની યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની જાણ તાલુકા પોલીસને થતા PSI એમ.જી. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુની મદદથી એમ્બ્યુલન્સ મારફતે યુવતીના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

રોડની નીચેથી મૃતદેહ મળ્યો.
રોડની નીચેથી મૃતદેહ મળ્યો.

ઓપરેશન થયાના ચેકાનું નિશાન જોવા મળ્યું છે: PSI
આ અંગે PSI એમ.જી. પરમારે જણાવ્યું હતું કે, પરિણીતાએ ડાબા હાથમાં વીટી, બંગડી, ગળામાં ચેઇન, કાનમાં બુટ્ટી અને નાકમાં બાલી પહેરેલી છે, ડાબા હાથની કોણીએ મસાના મોટા નિશાન છે. પોલીસે આ તમામ વસ્તુઓ પરથી તેની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. યુવતીના પેટના ભાગે સિઝેરિયનથી ડિલિવરી કે ઓપરેશન થયાના ચેકાનું નિશાન જોવા મળ્યા છે. તેમજ ડિલિવરી બાદ સ્ત્રીઓને થતા સ્ક્રેચ માર્કના નિશાન જોવા મળતા પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ યુવતી પરિણીત અને શ્રમિક છે.

યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો.
યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો.

15 દિવસ પહેલા ભાદર નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે તાલુકાના શિવરાજગઢ ગામ પાસે આશરે 15 દિવસ પહેલા ભાદર નદીના પાણીમાંથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ ઠેરની ઠેર છે. ત્યાં વધુ એક યુવતીનો મૃતદેહ મળી આવતા તાલુકાભરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...