• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Body Of An Elderly Person Who Had Been Donated By The Negligence Of Rajkot Civil Remained In Limbo For 48 Hours; Kam Had To Sit, The Lawyer Son Said, Now He Will Fight Civil Cases For Free

ભાસ્કર એક્સક્લૂસિવમોતનો મલાજો ન જળવાયો:રાજકોટ સિવિલની બેદરકારીથી દેહદાનમાં આપેલો વૃદ્ધાનો મૃતદેહ 48 કલાક રઝળ્યો; કમને બેસણું કરવું પડ્યું, વકીલ પુત્રે કહ્યું, હવે સિવિલ સામેના કેસ મફત લડીશ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતાના મૃતદેહનું દેહદાન કરવાનો વકીલ પુત્રે સંકલ્પ કર્યો પરંતુ સિવિલની બેદરકારીના કારણે પુત્રે માતા પાસે નતમસ્તક થઈ વલોપાત કર્યો હતો. - Divya Bhaskar
માતાના મૃતદેહનું દેહદાન કરવાનો વકીલ પુત્રે સંકલ્પ કર્યો પરંતુ સિવિલની બેદરકારીના કારણે પુત્રે માતા પાસે નતમસ્તક થઈ વલોપાત કર્યો હતો.
  • મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાવી મેડિકલ ઓફિસરે બે દી’ પછી આવવા કહ્યું’તું
  • પુત્રનો વલોપાત, મા મને માફ કરજે

રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર આખા રાજ્યમાં કુખ્યાત છે અવારનવાર લોકો હેરાન થાય છે. માતાના દેહદાન માટે સિવિલ અને મેડિકલ કોલેજના સંકલનના અભાવે પુત્રને સંઘર્ષ કરવો પડ્યાની ઘટનાએ તમામ હદ પાર કરી નાખી છે. રાજકોટ રહેતા એડવોકેટ ધર્મેશ પી. વેકરિયાના માતા કાંતાબેનને સિવિલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શનિવાર હોવાથી દેહદાન નહિ થાય : તબીબ ​​​
પરિવારે સ્તુત્ય પગલું લઈને મેડિકલ કોલેજમાં દેહદાનનો સંકલ્પ કર્યો અને ફરજ પરના મેડિકલ ઓફિસર ડો. રાજ બુદ્ધદેવને આ અંગે જણાવ્યું હતું. તબીબે શનિવાર હોવાથી દેહદાન નહિ થાય કોલ્ડસ્ટોરેજમાં બોડી રાખી સોમવારે આવવા કહ્યું હતું. મંજૂરી મળતા મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં રખાઈ હતી અને ચિઠ્ઠીમાં દેહદાન લખાયું હતું અને તબીબે સહી કરી હતી.

મોત થયાના છ કલાકમાં જ દેહદાનની પ્રક્રિયા કરવી પડે : ​​​​​ડો. આશિષ પંડ્યા
સોમવારે પરિવારે બેસણું રાખ્યું હતું તેથી સવારે હોસ્પિટલ ગયા હતા જ્યાં એનાટોમી વિભાગમાં પ્રક્રિયા કરવા ડો. આશિષ પંડ્યાને મળતા તેઓએ કહ્યું હતું કે, મોત થયાના છ કલાકમાં જ દેહદાનની પ્રક્રિયા પૂરી કરવી પડે હવે સ્વીકારી ન શકાય. આ સાંભળીને પરિવારને આંચકો લાગ્યો હતો બાદમાં આરએમઓ ઓફિસથી માંડી ડીન સુધી રજૂઆતો કરી પણ કોઇએ કશું જ કર્યું નહિં.

મૃતદેહ હજુ રસ્તામાં હતો ત્યાં પરિવારે બેસણું કરવું પડ્યું
એક તરફ મૃતદેહ પડ્યો હતો અને બીજી તરફ બેસણું રાખ્યું હતું. છેવટે સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફત દાહોદની ખાનગી મેડિકલ કોલેજમાંથી દેહદાન સ્વીકારવા માટે જણાવ્યું તેથી તાબડતોબ મૃતદેહને દાહોદ મોકલવા તૈયારી કરી હતી. મૃતદેહ હજુ રસ્તામાં હતો ત્યાં પરિવારે બેસણું કરવું પડ્યું હતું.

સિવિલ વિરુદ્ધ કેસ હું મફતમાં લડીશ!’: ધર્મેશ વેકરિયા
​​​​​​​
આ ઘટનાથી એડવોકેટ ધર્મેશ વેકરિયા ખૂબ રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે, ‘અમે બધા નિયમો જાણતા હોવા છતાં આવી બાબતમાં સિવિલ જો હેરાન કરી શકતું હોય તો ગરીબ દર્દીઓની શું હાલત થતી હશે? એટલે જ મેં સંકલ્પ કર્યો છે કે સિવિલ હોસ્પિટલમાં જે પણ દર્દીને તકલીફ પડી હશે તેવા સિવિલ વિરુદ્ધ કેસ હું મફતમાં લડીશ!’ આ રીતે ધર્મેશભાઈએ એકલા હાથે સિવિલની સમસ્યાઓ સામે લડતના મંડાણ કર્યા છે.

મને ખબર નથી, તપાસ કરાવીશું : RMO
સિવિલના આરએમઓ ડો. કાનાણીને આ મામલે સંપર્ક કરાતા તેઓએ સમગ્ર ઘટનાક્રમ અંગે અજાણ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે કોઇ દેહદાન માટે આવે તો તેને પ્રેરિત કરવાના હોય છે આ રીતે બે દિવસ પછી બોલાવાના ન હોય આવી ઘટના મોટી બેદરકારી ગણાય તપાસ કરાવવામાં આવશે.

6 કલાકમાં એમ્બાલ્મિંગ થાય તો જ સ્વીકારી શકીએ : ડો. પંડ્યા
એનાટોમી વિભાગના આસિ. પ્રોફેસર ડો. પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘પરિવાર અમારી પાસે સોમવારે આવ્યો હતો અને બે દિવસ કરતા વધુ સમય થયો હોવાથી અમે ના પાડી હતી તેની પાછળ કારણ એ હતું કે દેહદાન કર્યા બાદ જો છ કલાકમાં એમ્બાલ્મિંગ એટલે કે દેહ સાચવવા માટેની દવા અને કેમિકલ નાખવું પડે. તેમને શનિવારે કોની સાથે વાત થઈ હતી અને કોણે 2 દિવસ કોલ્ડસ્ટોરેજમાં રાખવાનું કહ્યું તે મારા સુધી પણ વિગત નથી મને તો સોમવારે જ ખબર પડી!’

અન્ય સમાચારો પણ છે...