તપાસ:ત્રણ દિવસથી લાપતા યુવકનો બેડીના પુલ નીચે પાણીમાંથી મૃતદેહ મળ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીમારીને કારણે પુલ પરથી પડતું મૂકી આપઘાત કર્યાની પોલીસને શંકા

રાજકોટ મોરબી હાઇવે પર બેડી ગામની નદીના પુલ પાસે રહેતો ત્રણ દિવસથી લાપતા હતો, યુવકની લાશ તેના ઝૂંપડાં નજીક પુલ નીચેથી પાણીમાંથી મળી આવી હતી. યુવકે બીમારીથી કંટાળી આપઘાત કર્યાની શંકા સેવાઇ રહી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના બેડી ગામની નદીના પુલ નજીક મેલડી માતાજીના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો મનુ ઉર્ફે રાજુ કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.25) ત્રણ દિવસ પહેલા પોતાના ઝૂંપડેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો, પરિવારજનોએ અનેક સ્થળે તપાસ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો. દરમિયાન શનિવારે સવારે બેડી ગામની નદીના પુલ નીચેથી પાણીમાંથી એક યુવકની લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક લાપતા મનું હોવાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મનુ રાઠોડ પાંચ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો અને જૂના કપડાં વેચતો હતો, તે કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો અને બીમારીથી કંટાળી તેણે પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જયારે અન્ય એક બનાવમાં કુબલિયાપરામાં રહેતા અનિલ મનસુખભાઇ સોલંકી (ઉ.વ.24)એ શુક્રવારે પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અનિલ બે બહેનનો એકનો એક ભાઇ હતો, આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું પરિવારજનોએ રટણ રટતાં પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...