તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:રાજકોટમાં સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યા?

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરાપુરાની ડેરીમાં યુવકની લાશ મળી. - Divya Bhaskar
સુરાપુરાની ડેરીમાં યુવકની લાશ મળી.
  • 108ના EMT એ લાશની પ્રાથમિક તપાસ કરી

રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગૌતમબુધ્ધ નગર પાસે આવેલા અનુસુચિત સમાજના સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડું બાંધી વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાકની લાશ મળી આવતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

108ના EMT એ લાશની પ્રાથમિક તપાસ કરી
પ્રાપ્ત વિગત મુજબ સવારે એક વ્યક્તિ સ્મશાન અંદર આવેલી ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા ત્યારે ડેરીના ઓટા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળતાં તેણે તુરંત જ 108ને જાણ કરતાં 108ના પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને EMT યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં.

યુવકની ઓળખ મેળવવા માટે તપાસ તજવીજ હાથ
EMTની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેમને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તાલુકા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.

પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા
રાજકોટમાં બે દિવસ પહેલા આવો જ એક કિસ્સો બન્યો હતો. જ્યાં ધો.12માં અભ્યાસ કરતી યુવતીને તેના માતાએ ભોજન બનાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા કોઠારીયા ગામના મંગલમ પાર્ક-૪ માં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી યશ્વી ચેતનભાઈ તલસાણીયા તેના રૂમમાંથી ભાર આવીને તેની માતા પાસે ગઈ હતી. જ્યાં માતાએ ભોજન બનાવવા બાબતે તેને ઠપકો આપ્યો હતો, આ વાતનું તેની ખોટું લાગી જતા યશ્વીએ ઘરમાં નીચેના માળે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત
બે દિવસ પહેલા પરિવારજનોએ યશ્વીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં દેકારો મચી ગયો હતો. પરિવારજનોએ તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ સિવિલમાં તેણીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.આશાસ્પદ દિકરીના આ પગલાથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.