તપાસ:કોઠારિયા રોડ પર યુવકની લાશ મળી, ઠંડીથી મોત થયાની શંકા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક પાસેથી હોસ્પિટલની ફાઈલ મળી આવી

શહેરના તાપમાનનો પારો સીંગલ ડિજિટ પર આવી ગયો છે, હાડ થીજાવતી ઠંડીની જનજીવન પર અસર જોવા મળી રહી છે, રાત્રે નવ વાગ્યાથી કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઇ જાય છે. શુક્રવારે સવારે યુવકની લાશ મળી આવી હતી અને તેનું ઠંડીમાં ઠૂંઠવાઇ જવાથી મૃત્યુ થયાની શંકા છે. કોઠારિયા રોડ પર સૂતા હનુમાનજી મંદિર નજીક એક યુવક બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ કરતાં યુવકનું મૃત્યુ થયાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાને પગલે પોલીસની ટીમ દોડી ગઇ હતી.

મૃતક પાસેથી હોસ્પિટલની કેસ ફાઇલ મળી આવી હતી જેમાં ઓરિસ્સાનો રવિન્દ્રકુમાર કૃષ્ણચંદકુમાર કુંવાર (ઉ.વ.27) લખેલું હતું, તેને લિવરની બિમારી હતી અને 11મીએ સિવિલમાં સારવાર પણ લીધાની નોંધ હતી, ઠંડીમાં ઠુંઠવાઇ જવાથી યુવકનું મૃત્યું થયાની શંકા સેવાઇ રહીછે.મૃતક ઓરિસ્સાનો રવિન્દ્રકુમાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલીસે આ અંગે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...