રાજકોટ:કોઠીયારીયામાં ગઈ કાલે તણાયેલી બોલેરોમાં બેઠેલા લાપતા માણસની લાશ મળી, આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઇ કાલે બોલેરો પાણીમાં તણાઈ ગઈ હતી - Divya Bhaskar
ગઇ કાલે બોલેરો પાણીમાં તણાઈ ગઈ હતી

કોઠારીયામાં રણુંજા મંદિર પાસે ગઇ કાલે એક બોલેરો કાર તણાઈ હતી. જેમાં બે વ્યક્તિ બચી ગયા હતા. ત્યારે એક વ્યક્તિ તણાઈ ગયો હતો. ભારે જહેમત બાદ આજે તેની લાશ આજે મળી આવી છે. આ ઘટનાની જાણ થતા જ આજી ડેમ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

સમગ્ર ઘટના શું હતી?
ગઈ કાલે ખોખડદળ નદીના પુલ પરથી પસાર થયેલી પિકઅપવાન અચાનક જ પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી. જેમાં પાછળ આવી રહેલા એક ડમ્પરે નજીક જઈ તેમાં બેઠેલા એકને બચાવ્યો હતો. જ્યારે ત્યારબાદ અચાનક જ બોલેરો પાણીમાં તણાઈ હતી. ત્યારે તેમાં બેઠેલા બેમાંથી એક વ્યક્તિને તરતા આવડતું હોવાથી તે તરીને કાંઠે આવી ગયો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ પાણના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેની લાશ આજે મળી આવી છે.

અન્ય સમાચારો પણ છે...