તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદ ન આવતા બફારો વધ્યો, તાપમાન 37.2 ડિગ્રી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

રાજ્યમાં વરસાદ ખેંચાતા બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં મંગળવારના દિવસે ભારે અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. આ તકે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હાલ પૂર્વ રાજસ્થાન પર સવારના સમયે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા બફારો પણ વધુ જોવા મળ્યો હતો.

સવારના સમયથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકાની અનુભૂતિ પણ લોકોને થઇ હતી. સતત વરસાદની રાહ વચ્ચે લોકોને નીરસતા જ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે, આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સૂકું વાતાવરણ જોવા મળશે. સામે થોડા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે.

આ તકે રાજકોટ શહેરનું મંગળવારનું મહત્તમ તાપમાન સવારના સમયે 37.2 ડિગ્રી અને સાંજના સમયે 36.7 ડિગ્રી નોંધાયું હતું. સામે હવામાં ભેજનું પ્રમાણ સવારના સમયે 81 ટકા અને સાંજના સમયે 45 ટકા રહેવા પામ્યું હતું. બીજી તરફ હવાની ગતિ પણ સવારના સમયે 10 કિલોમીટર પ્રતિ કલાક અને સાંજના સમયે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...