તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:ભાજપે કોંગ્રેસના નારાજ નેતાની મદદ લેવાનું શરૂ કર્યું

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

મનપાની ચૂંટણીમાં ભાજપના સિનિયર આગેવાનોએ કોંગ્રેસમાં અવગણના થતી હોય તેવા નેતાઓ તેમજ ટિકિટમાં કપાયા હોય તેવા આગેવાનોનો સંપર્ક શરૂ કર્યા હોવાની કોંગ્રેસમાં ચર્ચા થઇ છે. આવા આગેવાનોને કોંગ્રેસના ઉમેદવારો સાથે રહી તેને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેઓ એક બીજા સાથે હરીફાઇ કરતા હોવાથી કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યાની વાત બહાર આવી છે.

ચૂંટણીના અનુસંધાને બેઠક મળી, વેપારીમાં ગણગણાટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં એક રાજકીય પક્ષની બેઠક મળી હતી.જેમાં તે પક્ષના હોદ્દેદારો અને વેપારીઓ પણ હાજર રહ્યા હતાં. જોકે જે પક્ષે બેઠક કરી હતી તેમને હોલ ભાડે રાખીને આ બેઠક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ ચૂંટણી અનુસંધાને બેઠક મળતા ચેમ્બરના સભ્યોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જોકે એસોસિએશનમાં રાજકારણ ન ભળે એ માટે કેટલાક એસોસિએશન પોતાના હોલ ભાડે દેવાનું જ ટાળી રહ્યા છે અને પોતે નિષ્પક્ષ હોવાના પ્રયત્નો કરી રહ્યા છે.

મતદારો માટે રાશનકિટ, કપડાંનો સ્ટોક કરી રખાયો
સ્લમ વિસ્તારમાં રહેતા મતદારોને રિઝવવા માટે મતદાનના દિવસની આગલી રાતે રાશનકિટ અને કપડાંની ખુલ્લેઆમ વહેચણી કરવામાં આવતી હોય છે અને કોને મત આપવો તેના સોગંધ લેવડાવવામાં આવતા હોય છે. કેટલાક બાહુબલી અને પૈસે ટકે સુખી ઉમેદવારોએ શનિવારની રાત્રે સ્લમ વિસ્તારમાં જઈને રાશનકિટ તેમજ મહિલાઓને સાડી, પુરુષોને પેન્ટ-શર્ટનું કાપડ આપવાની તૈયારી પૂરી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો