તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Biochemistry And Pathology Lab Of Civil Hospital, Rajkot Receives More Than 4500 Reports Of Five Types Daily For Coronary Patients.

ટેસ્ટિંગનું હબ:રાજકોટની સિવિલ હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પાંચ પ્રકારનાં રોજ 4500થી વધુ રિપોર્ટ થાય છે

રાજકોટ3 મહિનો પહેલા
ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે
  • પેથોલોજી વિભાગમાં ડી- ડાયમર ઊંચું આવતું હોય તેવા દર્દીઓ માટે રોજ 100 પીટી-એપીટીટી રિપોર્ટ
  • ખાનગી લેબમાં રૂ.4.5 કરોડ જેટલો ખર્ચ થાય તેટલા રિર્પોટ્સ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થયા

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં તબીબો દ્વારા આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી આવી ત્યારથી રાજકોટની સિવિલ હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી લેબ અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશિયનો રાત-દિવસ કામગીરી કરે છે. અહીં બાયો કેમેસ્ટ્રી અને પેથોલોજી લેબમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પાંચ પ્રકારનાં રોજ 4500થી વધુ રિપોર્ટ કરવામાં આવે છે.

30 લોકોનો સ્ટાફ અવિરત કામ કરે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડિંગમાં રૂમ નંબર 12માં ક્લિનિકલ બાયો કેમેસ્ટ્રી લેબ આવેલી છે. આ કામગીરીના નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે ડી-ડાયમર, સીઆરપી, આઇ.એલ-6, ફેરીટીન, પીસીટી સહિતના રિપોર્ટ કરવામાં આવે છે. આ કામગીરી માટે ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.

ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.
ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.

અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે અગત્યના 80 હજાર જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા
સિવિલમાં એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક 4500થી વધુ રિપોર્ટ કરવામાં આવે છે. અત્યારસુધીમાં કોરોનાના દર્દીઓ માટે અગત્યના 80 હજાર જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 4 થી 4.50 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. એ જ રીતે સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નંબર 20માં પેથોલોજી વિભાગ બેસે છે.

ખાસ કલેક્શન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે
ખાસ કલેક્શન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે

રોજના 350થી 400 સીબીસીના રિપોર્ટ થાય છે
અહીં અગત્યની કામગીરી કરતા નોડલ ઓફિસર ડો.શિલ્પા ગાંધીએ જણાવ્યું હતું કે આ વિભાગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના સીબીસી રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સ આપવાની જરૂરીયાત હોય તેવા દર્દીના પીટી/એપીટીટીના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધારે હોવાથી રોજના 350થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનનાના રિપોર્ટ થાય છે.સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેન્સર કોવિડ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોવિડ સેન્ટર માંથી પણ સેમ્પલ રિસિવ કરવામાં આવે છે.પીએમ એસ એસવાય બિલ્ડિંગમાં માટે ખાસ કલેક્શન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે .

અન્ય સમાચારો પણ છે...