રાજકોટ ભાવનગર હાઇવે પર આટકોટ પાસેથી પસાર થતા બાઈક ચાલકને આડે અચાનક એક ખુટિયો ઉતરતાં બાઇક સવારે કાબુ ગુમાવ્યો હતો અને પટકાયો હતો. બાઈક સવાર ઘાયલ થતાં તેમને સારવાર અર્થે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આટકોટ નજીક રાજકોટ ભાવનગર હાઈવે પરથી એક યુવાન બીએસએનએલ ટાવર પાસેથી પસાર થઇ રહ્યો હતો અને બાબરા તરફ જતો હતો.
ત્યારે યુવાનના આડે અચાનક ખુટીયો આડે પડતાં બાઇક સવાર નીચે પટકાયો હતો અને તેને ઈજા પહોંચતા ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને ઘાયલ થયેલા બાઈક સવારને આટકોટ પીએચસીમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ હાઇવે પર અવારનવાર ખુંટિયા આડે ઉતરીને વાહન ચાલકોને ઈજા પહોંચાડતા હોય છે. છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા આવતાં નથી. બાઈક ચાલકે હેલમેટ પહેરેલા હોવાથી બચી ગયા હતા પણ રોડ પર પશુઓ અચાનક દોડી આવતા હોઇ લોકો તેનો ભોગ બનતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.